India vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝની પહેલી મેચ આવતીકાલે ગુરુવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ટોસ ભારતીય સમય મુજબ 6.30 વાગ્યે થશે અને મેચ 7 વાગ્યે શરુ થશે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ ઋષભ પંતને ટીમની કમાન સંભાળશે. તો સ્પિનર કુલદીપ યાદવ પણ ઈજાના કારણે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. પહેલી ટી20 મેચમાં પિચની ભૂમિકા ઘણી મહત્વની રહેશે.


પીચ રિપોર્ટઃ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો અહીંની પીચ સામાન્ય રીતે ધીમી હોય છે. પરંતુ અહીં બાઉન્ડ્રી બહુ મોટી નથી અને આઉટફિલ્ડ ઘણી વખત શાર્પ હોય છે. આવી સ્થિતિમાં, જે પણ ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે, તે 170 અથવા તેનાથી વધુનો સ્કોર બનાવવા પુરો પ્રયત્ન કરશે અને પીછો કરતી ટીમને પડકાર આપવાનો પ્રયાસ કરશે. અહીંની પીચ સ્પિનરોને ઘણી મદદ કરે છે.


હવામાન રિપોર્ટઃ
પ્રથમ T20 માટે હવામાન રિપોર્ટની વાત કરીએ તો, ગુરુવારે દિલ્હીનું તાપમાન 43 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. વેધર વેબસાઈટ accuweather ના રિપોર્ટ અનુસાર મેચ દરમિયાન હવામાન એકદમ સાફ રહેશે. જોકે ગરમીના કારણે ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાંજે તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળી શકે છે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.


IND Vs SA: ઇજાગ્રસ્ત કેપ્ટન કેએલ રાહુલ સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાંથી બહાર, પંતને બનાવાયો કેપ્ટન


India Vs South Africa: દક્ષિણ આફ્રિકા સામે 9 જૂનથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 સીરિઝ અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમના કેપ્ટન બનાવાયેલ કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો છે. કેએલ રાહુલની ઇજાના કારણે પાંચ મેચની સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. આ સીરિઝ માટે બીસીસીઆઇએ ઋષભ પંતને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે સિવાય કુલદીપ યાદવ પણ ઇજાના કારણે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે