India vs South Africa 1st T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે ડરબનમાં રમાશે. આ માટે સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારત અભિષેક શર્મા અને તિલક વર્માની સાથે પ્લેઈંગ ઈલેવનમાં રિંકુ સિંહનો સમાવેશ કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે ચાહકો આ મેચને ફ્રીમાં લાઈવ જોઈ શકશે. ભારત-દક્ષિણ આફ્રિકા મેચ ટીવી તેમજ મોબાઈલ એપ પર જોઈ શકાશે.
ભારત-દક્ષિણ આફ્રિકા મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી રમાશે. સ્થાનિક સમય ઝોનની વાત કરીએ તો, તે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. સ્થાનિક સમય ઝોન દક્ષિણ આફ્રિકાનો ગણાશે, કારણ કે આ મેચ તે દેશમાં રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T20 સીરિઝ રમાવાની છે. તેની પ્રથમ મેચ શુક્રવારે ડરબનના કિંગ્સમીડ ખાતે રમાશે.
ચાહકો મફતમાં મેચ લાઈવ જોઈ શકશે -
ચાહકો ભારત-દક્ષિણ આફ્રિકા મેચ નિ:શુલ્ક જોઈ શકશે. પરંતુ આ માટે તમારે તમારા સ્માર્ટફોનમાં Jio એપ ડાઉનલોડ કરવી પડશે. ભારત-દક્ષિણ આફ્રિકા મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર થશે. આ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. દર્શકો ટીવી પર પણ મેચ જોઈ શકશે. તેનું જીવંત પ્રસારણ ટીવી ચેનલ સ્પોર્ટ્સ 18 પર થશે.
આ લોકોને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓને તક આપી છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સંજુ સેમસન અને અર્શદીપ સિંહને ટીમમાં સ્થાન મળ્યું છે. તેની સાથે આવેશ ખાન, રવિ બિશ્નોઈ, વિજયકુમાર, રમનદીપ સિંહ, અભિષેક શર્મા અને રિંકુ સિંહને પણ તક આપવામાં આવી છે.
ભારત-દક્ષિણ આફ્રિકા T20 મેચ માટેની ટીમો
ભારત - સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર, આવેશ ખાન, યશ દયાલ, રિંકુ સિંઘ
દક્ષિણ આફ્રિકા - એઇડન માર્કરામ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, પેટ્રિક ક્રુગર, ડોનોવન ફરેરા, હેનરિક ક્લાસેન, રેયાન રિકલ્ટન, ઓટનીએલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, મિહાલી મ્પોન્ગવાના, નાકાબાયોમઝી પીટર.
આ પણ વાંચો: Afro Asia Cup: વિરાટ-બાબર અને રોહિત-રિઝવાન એક જ ટીમમાં રમતા જોવા મળશે! 20 વર્ષ પછી આ ટુર્નામેન્ટની વાપસી?