IND vs SA 1st T20 Innings Highlights: તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટે 106 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં આ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ભારતે 8 વિકેટે જીત મેળવી હતી
107 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. અને ટીમનો કેપ્ટન રોહિત શર્મા ખાતુ ખોલાવીને કાગીસો રબાડાના બોલ પર આઉટ થયો હતો. તે જ સમયે, આ પછી બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી આ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને માત્ર 3 રનના સ્કોર પર નરખિયાના બોલ પર આઉટ થયો હતો. જો કે, આ પછી, ભારતનો દાવ સૂર્યકુમાર યાદવ (50) અને કેએલ રાહુલે (51) સંભાળ્યો અને ભારતીય ટીમે 8 વિકેટે વિજય મેળવ્યો હતો.
આફ્રિકાને 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ભારત સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં, દક્ષિણ આફ્રિકાની ટીમની ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. ટીમે તેની પ્રથમ 2 વિકેટ માત્ર એક રનમાં ગુમાવી દીધી હતી. ટીમને પહેલો ઝટકો ઝડપી બોલર દીપક ચહરે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન બાવુમાના રૂપમાં આપ્યો હતો. તે જ સમયે, તેની આગલી જ ઓવરમાં અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકાના બીજા ઓપનર ક્વિન્ટન ડી કોકને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો.
2 વિકેટ બાદ પણ સાઉથ આફ્રિકાનો દાવ ટકી શક્યો ન હતો અને ટીમે 9 રનના સ્કોર સુધી પહોંચતી વખતે 5 વિકેટ ગુમાવી દીધી હતી. આફ્રિકન ટીમને ત્રીજો ઝટકો અર્શદીપ સિંહે રિલે રુસોના રૂપમાં અને ચોથો ઝટકો ડેવિડ મિલરના રૂપમાં આપ્યો હતો. આ સાથે જ ટીમને પાંચમો ઝટકો દીપક ચહરે ટ્રિસ્ટન સ્ટબ્સના રૂપમાં આપ્યો હતો. પાંચ વિકેટ પડ્યા બાદ માર્કરામ અને પાર્નેલએ દક્ષિણ આફ્રિકાની ટીમની ઇનિંગને સંભાળી હતી અને ટીમનો સ્કોર 40ની પાર પહોંચાડ્યો હતો.
જોકે, 42ના સ્કોર પર એડન માર્કરામ (25)ને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજે 41 રન, એડન માર્કરામે 25 અને વેઇન પાર્નેલ 24 રન બનાવ્યા હતા. તેની ઇનિંગના કારણે આફ્રિકાની ટીમ 106 રન સુધી પહોંચી શકી હતી. જે ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.