IND vs SA 1st T20I Indian Team Playing XI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 08 નવેમ્બર, શુક્રવારના રોજ રમાશે. મેચ આજે રાત્રે 8.30 કલાકે શરૂ થશે, જ્યારે ટોસ રાત્રે 8.00 કલાકે થશે. સુકાની સૂર્યકુમાર યાદવ માટે શ્રેણીની પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવી આસાન નહીં હોય. તો અમે તમને જણાવીશું કે પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
ટીમ ઈન્ડિયા માટે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં બે ઝડપી બોલરોને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. યશ દયાલ અને વિજયકુમાર વૈશાખ શ્રેણીની પ્રથમ મેચમાં ભારત માટે ડેબ્યૂ કેપ પહેરી શકે છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન અને અભિષેક શર્માને મેચની ઓપનિંગની જવાબદારી મળી શકે છે. આ પહેલા સંજુ સેમસન બાંગ્લાદેશ સામે રમાયેલી ટી20 સીરીઝમાં પણ ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો, જ્યાં તેણે સદી ફટકારી હતી.
ત્યારબાદ આગળ વધીને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર જોવા મળી શકે છે. આ પછી ચોથા નંબરની જવાબદારી તિલક વર્માને સોંપવામાં આવી શકે છે. ત્યારબાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાંચમા નંબર પર જોવા મળી શકે છે. હાર્દિક ઉપરાંત ટીમ પાસે અક્ષર પટેલના રૂપમાં ઓલરાઉન્ડરનો વિકલ્પ પણ છે. જો કે હાર્દિકને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી ધારણા છે.
ત્યારબાદ છઠ્ઠા નંબર પર જીતેશ શર્મા અને સાતમા નંબર પર રિંકુ સિંહ ફિનિશર તરીકે જોવા મળી શકે છે. આ પછી રવિ બિશ્નોઈ આઠમા નંબર પર મુખ્ય સ્પિનર તરીકે જોવા મળી શકે છે.
બોલિંગ વિભાગ આવો હોઈ શકે છે
બોલિંગ વિભાગમાં બિશ્નોઈ સિવાય ત્રણ ઝડપી બોલરોની પસંદગી થઈ શકે છે, જેમાં અર્શદીપ સિંહ, યશ દયાલ અને વિજયકુમાર વૈશાખના નામ સામેલ થઈ શકે છે. યશ અને વિજય આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, જીતેશ શર્મા, રિંકુ સિંહ, રવિ બિશ્નોઈ, અર્શદીપ ખાન, વિજયકુમાર વૈશાખ, યશ દયાલ.
આ પણ વાંચો...