સેન્ચુરીયનઃ ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઇન્ડિયા અહી ત્રણ ટેસ્ટ મેચની  સિરિઝ રમશે. આવતીકાલે રવિવારથી સીરિઝની પ્રથમ ટેસ્ટ શરૂ થશે. આ મેચમાં ટીમ ઇન્ડિયા પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરશે તેવી વાત ટીમના વાઇસ કેપ્ટન લોકેશ રાહુલે સ્પષ્ટ કરી હતી. પ્રથમ ટેસ્ટ સેન્ચુરિયન મેદાનમાં રમાશે. આ મેદાન પર અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકાની ટીમે 26 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 21 મેચમાં ટીમે જીત મેળવી છે. ફક્ત બે મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.


સાઉથ આફ્રિકાએ સેન્ચુરિયનમા પ્રથમ ટેસ્ટ નવેમ્બર 1995માં રમી હતી. ઇગ્લેન્ડ વિરુદ્ધ આ ટેસ્ટ ડ્રો રહી હતી. છેલ્લા 26 વર્ષોમાં સાઉથ આફ્રિકાએ અહી 26 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ટીમને 21 જીતી છે તો બે મેચમાં હાર મળી છે. ત્રણ મેચ ડ્રો રહી છે.


ટીમ ઇન્ડિયાએ અહી પ્રથમ ટેસ્ટ ડિસેમ્બર 2010માં રમી હતી આ મેચમાં ટીમ ઇન્ડિયાને એક ઇનિંગ અને 25 રનથી હાર મળી હતી. ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ છેલ્લા સાઉથ આફ્રિકાના પ્રવાસમાં રમી હતી. જેમા ટીમ ઇન્ડિયાને 135 રનથી હાર મળી હતી. આ મેદાન પર સાઉથ આફ્રિકાની ટીમે નવ મેચમાં એક ઇનિંગની જીત મેળવી છે. ડિસેમ્બર 2014માં વેસ્ટ ઇન્ડિઝની ટીમને ઇનિંગ અને 220 રનથી હાર આપી હતી.


ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર) બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર) ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર) વન-ડે સીરિઝનું શિડ્યુલઃ પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર) બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર) ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)


સુરતમાં કોરોનાનો કાળો કેરઃ બે ઓમીક્રોન શંકાસ્પદ આવ્યા, સ્કૂલોમાં પણ થઈ કોરોનાની એન્ટ્રી


કોરોનાના કેસ વધતા ગુજરાતમાં મોટો નિર્ણય, 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરાયો ફેરફાર


India Corona Cases: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા Covid-19 કેસ ? Omicron નો આંકડો કેટલા પર પહોંચ્યો


1 જાન્યુઆરીથી ATMમાંથી રોકડ ઉપાડવા અને જમા કરવા મોંઘા પડશે, જાણો કેટલો લાગશે ચાર્જ