IND vs SA, 2nd Test: જોહાનિસબર્ગમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતના કેપ્ટન કેએલ રાહુલ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. જોકે ભારતીય ટીમ 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન કેએલ રાહુલે સર્વાધિક 50 રન બનાવ્યા હતા. અશ્વિને 46 રન, અંગ્રવાલે 26 રન, હનુમા વિહારીએ 20 રન અને પંતે 17 રનનું યોગદાન આપ્યું હતું. બુમરાહ 14 રને નોટ આઉટ રહ્યો હતો.


પુજારા-રહાણેનો ફ્લોપ શો


પ્રથમ ટેસ્ટની જેમ બીજી ટેસ્ટમાં પણ ચેતેશ્વર પુજારા અને અજિંકય રહાણેને ફ્લોપ શો શરૂ રહ્યો હતો. પુજારાએ 3 રન બનાવ્યા હતા જ્યારે રહાણે ખાતુ પણ ખોલી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકાથી જેન્સેનને 31 રનમાં 4 અને રબાડા તથા ઓલિવેરે 64 રનમાં 3-3 વિકેટ ઝડપી હતી.


આ મેદાન પર પ્રથમ ઈનિંગમાં ઓછો સ્કોર બનાવીને મેચ જીતનારી ટીમ



  • 187 રન, ભારત વિ સાઉથ આફ્રિકા, 2017-18

  • 199 2ન, સાઉથ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા, 1966-67

  • 226 રન, સાઉથ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ, 200708


આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી છે ભારતીય ટીમ


 કેએલ રાહુલ (કેપ્ટન),મયંક  અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત (વિ.કી.), આ અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ


દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે


 ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈલ વેરેના (વિકેટ કીપર), માર્કો જેનસેન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુઆને ઓલિવિયર, લુંગી એન્ગિડી


કોહલી કેમ ખસી ગયો


કોહલીને પીઠમાં સ્નાયુનો દુઃખાવો હોવાથી તે આ ટેસ્ટ મેચમાંથી ખસી ગયો છે. કોહલી તેના કરિયરની 100મી ટેસ્ટ રમવાનો હતો. કેએલ રાહુલ ભારત તરફથી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો 34મો સુકાનો બન્યો છે. આજે મેચમાં કોહલીના સ્થાને હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ભારતીય ટીમમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.