Taliban Pour Liquor:  અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી, તાલિબાન ઇસ્લામિક કાયદાના કડક અમલમાં વ્યસ્ત છે.  થોડા દિવસ પહેલા તાલિબાન ગુપ્તચર એજન્ટોની એક ટીમે કાબુલમાં હજારો લિટર દારૂ જપ્ત કર્યો હતો અને તેને નદીમાં ફેંકી દીધો હતો. તાલિબાને અફઘાન મુસ્લિમોને પણ ચેતવણી આપી છે કે તેઓ દારૂથી દૂર રહે અને તેને બનાવવાથી દૂર રહે.


જનરલ ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાજધાનીમાં દરોડા બાદ જપ્ત કરાયેલા બેરલમાં ભરેલો દારૂ નદીમાં ફેંકવામાં આવી રહ્યો છે. વીડિયોને શેર કરીને એક ટ્વિટ પણ કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમોને દારૂ બનાવવા અને વેચવાથી દૂર રાખવા જોઈએ. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, રાજધાનીના કયા ભાગમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, એજન્સી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ સમગ્ર કેસમાં ત્રણ દારૂના ડીલરોની ધરપકડ કરવામાં આવી છે.




દારૂના વેચાણ પર પ્રતિબંધ છે


અફઘાનિસ્તાન સરકારે દારૂના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. તાલિબાન દેશભરમાં ડ્રગ્સના વેપાર સામે અનેક દરોડા પાડી રહ્યું છે. અફીણના ઉત્પાદન અને અન્ય નશીલા પદાર્થોની દાણચોરી પર દરોડા પાડવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ કોરોનાથી સંક્રમિત થયા બાદ કોમામાં સરી પડેલી આ નર્સનો જીવ વાયગ્રાએ બચાવ્યો, જાણો વિગત


ICSI CS June 2022: કંપની સેક્રેટરી બનવા થઈ જાવ તૈયાર, પરીક્ષાની તારીખ થઈ જાહેર


Tata મોટર્સ Tiagoનું CNG વર્ઝન કરશે લોન્ચ, કિલોમીટર દીઠ ખર્ચ હશે 2 રૂપિયાથી પણ ઓછો