IND vs SA, 3rd ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ત્રીજી અને નિર્ણાયક વન ડે મેચ રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 99 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જે સાઉથ આફ્રિકાનો ભારત સામે સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા સાઉથ આફ્રિકા 1999માં નાયરોબીમાં 117 રનમાં ઓલઆઉટ થયું હતું. જે અત્યાર સુધીનો સાઉથ આફ્રિકાનો ભારત સામેનો સૌથી ઓછો સ્કોર હતો.


સાઉથ આફ્રિકાના વન ડેમાં સૌથી ઓછા સ્કોર



  • 69 રન v ઓસ્ટ્રેલિયા, સિડની, 1993

  • 83 રન v ઈંગ્લેન્ડ, નોટિંઘમ, 2008

  • 83 રન V ઈંગ્લેન્ડસ માંચેસ્ટર, 2022

  • 99 રન v ભારત, દિલ્હી, 2022






ભારતના સ્પીનરોએ ઝડપી 8 વિકેટ


સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 99 રનમા ઓલઆઉટ થઈ હતી. હેનરિચ ક્લાસને સર્વાધિક 35 રન બનાવ્યા હતા. મલાને 15 અને જેન્સનને 14 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈપણ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. ભારત તરફથી કુલદીપ યાદવે 18 રનમાં 4 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે 15 રનમાં 2, મોહમ્મદ સિરાજે 17 રનમાં 2 તથા શાહબાજ અહેમદે 32 રનમાં 2 વિકેટ લીધી હતી. આમ ભારતના સ્પીનરોએ 8 વિકેટ ઝડપી હતી.


T20 World Cup બાદ ભારત જશે ન્યૂઝીલેન્ડ


ટી20 વર્લ્ડકપ ભારત ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાનારી વન ડે અને ટી20 સિરીઝનો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ ટીમ ઈન્ડિયા 18 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે સિરીઝ અને 3 મેચોની ટી20 સિરીઝ રમાશે. ભારત અને ન્યૂઝિલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે.