નવી દિલ્હી: ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશની મહિલા ટીમ મહિલા એશિયા કપમાંથી બહાર ફેંકાઈ ગઇ છે. મંગળવારે UAE વચ્ચે બાંગ્લાદેશની મેચ થવાની હતી. પરંતુ સિલહટની આ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. જેના કારણે યજમાન બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. બાંગ્લાદેશને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેની છેલ્લી મેચમાંથી બે પોઇન્ટ મેળવવા પડ્યા હતા. મતલબ કે વિજય મેળવવાનો હતો પરંતુ વરસાદને કારણે મેચ રદ્દ થઈ હતી અને તેને માત્ર એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.
UAE સામેની મેચ રદ્દ થવાને કારણે બાંગ્લાદેશના 6 મેચમાં માત્ર પાંચ પોઈન્ટ હતા. બાંગ્લાદેશ ગ્રૂપ સ્ટેજમાં માત્ર બે મેચ જીતી શકી હતી જ્યારે થાઈલેન્ડની ટીમે યુએઈ, મલેશિયા અને પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી હતી. તેના 5 મેચમાં કુલ 6 પોઈન્ટ હતા અને આ ટીમ ગ્રુપ સ્ટેજમાં ચોથા ક્રમે રહી હતી. ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
ટૂર્નામેન્ટની છેલ્લી ગ્રુપ મેચ આજે સિલ્હટમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. પરંતુ વરસાદના કારણે મેચ યોજાવા અંગે શંકા સેવાઈ રહી છે. જો કે આ બંને ટીમો પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, આ મેચનું મહત્વ માત્ર એ બાબતમાં છે કે સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે. જો આ મેચ પણ રદ્દ થશે તો પાકિસ્તાન અને શ્રીલંકાને એક-એક પોઈન્ટ મળશે. તે સ્થિતિમાં પાકિસ્તાન અને શ્રીલંકા બંનેના 6-6 મેચમાં 9 પોઈન્ટ થઈ જશે. જો કે, પાકિસ્તાનનો નેટ રન રેટ (2.101) શ્રીલંકા (1.205) કરતા સારો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ બીજા સ્થાને રહેશે. ભારત અત્યારે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
જો પાકિસ્તાન છેલ્લી ગ્રુપ મેચમાં શ્રીલંકાને હરાવી દે છે, તો તેના પણ 6 મેચમાં ભારતની બરાબરી પર 10 પોઈન્ટ થઈ જશે. ત્યારબાદ નેટ રન રેટના આધારે પ્રથમ સ્થાનની ટીમ નક્કી કરવામાં આવશે. આ મામલે ભારત પાકિસ્તાન કરતાં વધુ સારું છે. ભારતનો નેટ રન રેટ +3.141 છે જ્યારે પાકિસ્તાનનો 2.101 છે.