IND vs SA, 3rd Test: કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ભારતીય ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યો છે. હનુમા વિહારીના સ્થાને કેપ્ટન કોહલીનું પુનરાગમન થયું છે અને મોહમ્મદ સિરાજના બદલે ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરાયો છે.


ભારતે પ્રથમ ટેસ્ટમાં ૧૧૩ રનથી ધમાકેદાર જીત હાંસલ કરી હતી. જ્યારે જોહનીસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ પહેલા જ કેપ્ટન કોહલી ઈજાગ્રસ્ત બનીને ખસી જતાં રાહુલે સુકાન સંભાળ્યું હતુ. સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં સાત વિકેટથી વિજય મેળવતા શ્રેણીમાં બરોબરી પ્રાપ્ત કરી હતી. હવે બંને ટીમો ખરાખરીના ત્રીજા મુકાબલા માટે તૈયાર છે.


પુજારા-રહાણેને વધુ એક તક


ભારતીય કેપ્ટન કોહલીએ ફિટનેસ સાથે પુનરાગમન કર્યું છે. કોચ દ્રવિડે ત્યાર બાદ સંકેત આપતા કહ્યું હતુ કે, સિનિયરો હાજર છે, ત્યાં સુધી ઐયર-વિહારીએ ટીમમાં નિયમિત સ્થાન મેળવવા માટે રાહ જોવી પડશે. ટીમ મેનેજમેન્ટે આ સાથે સ્પષ્ટ કરી દીધું છે કે, પુજારા અને રહાણેને આખરી ટેસ્ટમાં પણ વધુ તક અપાઈ શકે છે. પુજારા-રહાણેએ જોહનીસબર્ગ ટેસ્ટની બીજી ઈનિંગમાં અડધી સદીઓ ફટકારી હતી.


ભારતીય ટીમ આ પ્રમાણે છે


લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી


સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે


 એલ્ગર, બવુમા, માર્કરામ, કે. પીટરસન, ડુસેન, વેરેયન્ને (વિ.કી.), જાન્સેન, ઓલિવિયર, મહારાજ, એનગિડી, રબાડા