IPL 2022: IPLની આગામી સિઝનથી બે નવી ટીમો અમદાવાદ અને લખનઉમાં ઉતરવાની છે. આ સાથે આઈપીએલમાં 2022થી 8ની જગ્યાએ 10 ટીમો એકબીજા સામે રમતા જોવા મળશે. આ દરમિયાન અમદાવાદ ફ્રેન્ચાઇઝીને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં અમદાવાદની ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.


2015માં ડેબ્યૂથી હતો મુંબઈ ઈન્ડિયન્સ સાથે


આ સ્ટાર ઓલરાઉન્ડર 2015 માં તેની IPL ડેબ્યૂથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો હતો. પરંતુ તેને આગામી મેગા ઓક્શન પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા હાર્દિક પંડ્યાને આગામી સિઝન માટે તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે ટીમનું નેતૃત્વ કરવા માટે પણ તૈયાર છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. IPLમાં 92 મેચ રમી ચૂકેલા હાર્દિકે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે.


અમદાવાદ તરફથી બીજો ક્યો સ્ટાર ખેલાડી રમી શકે છે


હાર્દિક ઉપરાંત અમદાવાદ ફ્રેન્ચાઈઝીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અફઘાન સ્પિનર ​​રાશિદ ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાશિદને હૈદરાબાદ દ્વારા આગામી સિઝન પહેલા રિલીઝ કરવામાં આવ્યો છે. અમદાવાદની ટીમ સીવીસી કેપિટલની માલિકીની છે. CVC એ બે કંપનીઓમાંની એક હતી જેણે આગામી સિઝનથી IPLમાં રમાનારી બે નવી ફ્રેન્ચાઇઝીઓ માટે બિડ જીતી હતી. CVC કેપિટલ રૂ. 5625 કરોડની બિડ સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝી જીતી હતી. બીજી તરફ, RPSG ગ્રૂપે 7090 કરોડ રૂપિયાની બિડ સાથે લખનઉ ફ્રેન્ચાઇઝી જીતી હતી.




આ પણ વાંચોઃ School Closes: ઓમિક્રોનના કહેરને લઈ ભાજપ શાસિત આ રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી સ્કૂલો રહેશે બંધ, જાણો કયા કયા રાજ્યમાં સ્કૂલો છે બંધ


Crime News: ગર્લફ્રેન્ડ બીજા યુવક સાથે ફરી રહી હતી, બોયફ્રેન્ડ જોઈ ગયો ને.....


JEE Tips and Tricks: JEE પરીક્ષા ક્રેક કરવા અપનાવો આ ટિપ્સ અને ટ્રિક્સ


Aadhaar Card: મોબાઈલ ફોનની મદદથી એક્ટિવ કરો mAadhaar એપ, આ છે પૂરી પ્રોસેસ