Mohammed Siraj In IND vs SA: ભારતીય ટીમ અત્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, આફ્રિકન ટીમ સામે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે, રોહિત શર્માની આગેવાનીમાં મેદાનમાં ઉતરેલી ભારતીયી ટીમે આજે બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. કેપટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોનો મોહમ્મદ સિરાજનો જોરદાર રીતે શિકાર કર્યો છે. મોહમ્મદ સિરાજે પહેલા જ સેશનમાં દક્ષિણ આફ્રિકાની ટીમના 6 બેટ્સમેનોને આઉટ કરીને ઈતિહાસ રચી દીધો છે. 


પ્રથમ ઇનિંગ સાઉથ આફ્રિકાનો ધબડકો જોવા મળ્યો હતો. પ્રથમ ઇનિંગમાં સાઉથ આફ્રિકન ટીમે માત્ર 23.2 ઓવરની મેચ રમી હતી, જેમાં માત્ર 55 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગયુ હતુ. 


મોહમ્મદ સિરાજે રચ્યો ઇતિહાસ 
મોહમ્મદ સિરાજે પહેલા એડન માર્કરામને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી ડીન એલ્ગરને પણ આઉટ કર્યો, આ રીતે બંને ઓપનરોને પેવેલિયન મોકલી દેવામાં આવ્યા. ત્યારબાદ મોહમ્મદ સિરાજે ડોની ડી જોર્જી, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાઈલી વેરેયાન અને માર્કો યાન્સેનને આઉટ કર્યા હતા. આ રીતે મોહમ્મદ સિરાજે પહેલા જ સેશનમાં 5 બેટ્સમેનોને આઉટ કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. 


મેચ ઇનિંગની વાત કરીએ તો ભારતીય બૉલરોની ચમક ફરી એકવાર કેપટાઉનની પીચ પર જોવા મળી હતી. ભારતીય ટીમે તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 6 વિકેટો ઝડપી હતી, સિરાજે પોતાની 6 ઓવરના સ્પેલમાં 3 મેડન સાથે 15 રન આપીને 6 મહત્વની વિકેટો પોતાના નામે કરી હતી, તો વળી બીજીબાજુ બુમરાહ અને મુકેશ કુમાર બે-બે વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા.


આફ્રિકન ટીમની વાત કરીએ તો આખી ઇનિંગ દરમિયાન માત્ર બે જ ખેલાડીઓ ડબલ ડિજીટ સુધી પહોંચી શક્યા હતા. ટીમમાં ડેવિડ બેડિંગમ 12 રન અને કાયલી વેરિને 15 રન સુધી પહોંચી શક્યા હતા, આ સિવાય ટીમનો કોઇપણ ખેલાડી પીચ પર ટકી શક્યો ન હતો. 


ઉલ્લેખનીય છે કે, ભારતી અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જોકે, આજે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બૉલરોએ દમખમ બતાવતા પ્રથમ ઇનિંગમાં સાઉથ આફ્રિકાને ધરાશાયી કરી દીધુ છે. ડીન એલ્ગરની કેપ્ટનશીપમાં રમવા ઉતરેલી ટીમ માત્ર 55 રનના સ્કૉર પર પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. ખાસ વાત છે કે, કેપ્ટન ડીન એલ્ગરની આ અંતિમ ટેસ્ટ મેચ છે.