IND vs SA, 2nd Test: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો આજથી જોહનિસબર્ગમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો છે. ભારતનો ટેસ્ટ કેપ્ટન કોહલી આ મેચમાંથી ખસી ગયો છે, તેના સ્થાને કેએલ રાહુલ ટેસ્ટ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
કોહલી કેમ ખસી ગયો
કોહલીને પીઠમાં સ્નાયુનો દુઃખાવો હોવાથી તે આ ટેસ્ટ મેચમાંથી ખસી ગયો છે. કોહલી તેના કરિયરની 100મી ટેસ્ટ રમવાનો હતો. કેએલ રાહુલ ભારત તરફથી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો 34મો સુકાનો બન્યો છે. આજે મેચમાં કોહલીના સ્થાને હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ભારતીય ટીમમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.
આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી છે ભારતીય ટીમ: કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન),મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત (વિ.કી.), આ અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ
વરસાદ બની શકે છે વિલન
જોહાનિસબર્ગમાં પણ વરસાડ મેચમાં ભંગ પાડી શકે છે.મેચના પહેલા દિવસે પણ વરસાદ પડવાની સંભવના જણાવાઈ છે. તેવામાં મેચના બીજા દિવસે 50થી 60% વરસાદ પડી શકે છે, જ્યારે ત્રીજા દિવસે વાતાવરણ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોથા અને પાંચમા દિવસે પણ 60થી 70% વરસાદ પડવાની સંભાવના છે.