નવી દિલ્હીઃ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે આજે બીજી વનડે મેચ રમવા મેદાનમાં ઉતરશે. ત્રણ વનડે મેચોની સીરિઝમાં આજે બીજી વનડે મેચ રમાશે. પ્રથમ મેચમાં 31  રનોથી ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, આ સાથે જ દક્ષિણ આફ્રિકા ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે, રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ પર કેપ્ટન તરીકે બહારના દેશમાં વનડે સીરીઝ જીતવાનો બેસ્ટ મોકો છે, આ માટે આજની મેચ જીતવી જરૂરી છે. રિપોર્ટ છે કે સીરીઝ બચાવવા કેએલ રાહુલ આજની મેચમાં ત્રણ મહત્વના ફેરફાર કરી શકે છે. જાણ સંભવિત પ્લેઇંગ ઇલેવન......
 
શ્રેયર અય્યરની જગ્યાએ સૂર્યકુમાર યાદવ
રિપોર્ટ મળી રહ્યાં છે કે પહેલી વનડેમાં હાર બાદ બીજી વનડેમાં ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર યાદવને મોકો આપવામાં આવી શકે છે. સૂર્યકુમાર યાદવને જો ટીમમાં સામેલ કરવામાં આવે છે, તો શ્રેયસ અય્યરની જગ્યાએ તેને નંબર ચાર પર ઉતારવામાં આવી શકે છે. આવામાં શ્રેયસ અય્યરની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ટીમમાં જોડાશે.





ઋષભ પંતની જગ્યાએ ઇશાન કિશન
રિપોર્ટ એવા પણ છે કે પ્રથમ વનડેમાં ઋષભ પંતે કંઇ ખાસ કમાલ ન હતો કર્યો, આ કારણોસર કેએલ રાહુલ વિકેટકીપર બેટ્સમેન તરીકે પંતને બહાર કરીને તેની જગ્યાએ વિસ્ફોટક બેટ્સમેન ઇશાન કિશનને મોકો આપી શકે છે. 


ભુવનેશ્વરકુમારની જગ્યાએ મોહમ્મદ સિરાજ
પ્રથમ વનડેમાં ભુવનેશ્વરકુમારે ખાસ બૉલિંગમાં કમાલ નહતો કર્યો, કેપ્ટને કેએલ રાહુલ બીજી બોલેન્ડ વનડેમાં ભુવીની જગ્યાએ ઘાતક ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાઝને ટીમમાં સામેલ કરી શકે છે. 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, વેંકેટેશ અય્યર, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ, આર.અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ


સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), કેશવ મહારાજ, ક્વિન્ટન ડિકોક, માર્કો જાનસેન, જાનેમન મલાન, અડેન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એન્ડિલે ફેલુકવાયો, તબરેજ શમ્સી અને રાસી વાન ડન ડુસેન


આ પણ વાંચો.......


COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન


રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ


જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ