India’s Tour of South Africa 2023-24 Full Schedule: ભારતીય ટીમ આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે, જ્યાં ટીમ ત્રણેય ફોર્મેટમાં શ્રેણી રમશે. આ પ્રવાસને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના આ પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બરથી 3 મેચની ટી-20 શ્રેણીથી થશે. આ પછી, 3 વન-ડે અને પછી 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે.

Continues below advertisement


 






ભારતમાં રમાનાર આગામી ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ પછી તરત જ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થશે. ટીમ T20 શ્રેણીની પ્રથમ મેચ 10 ડિસેમ્બરે ડરબનમાં જ્યારે 12 ડિસેમ્બરે ક્યુબેરામાં રમશે. શ્રેણીની છેલ્લી ટી20 મેચ 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગ મેદાન પર રમાશે. વન ડે શ્રેણી 17 ડિસેમ્બરથી શરૂ થશે, જેમાં પ્રથમ મેચ જોહાનિસબર્ગમાં રમાશે. બીજી વનડે 19 ડિસેમ્બરે ક્યુબેરા ખાતે રમાશે જ્યારે શ્રેણીની છેલ્લી વનડે 21 ડિસેમ્બરે પર્લ ગ્રાઉન્ડ પર રમાશે.


બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ સેન્ચુરિયન મેદાન પર રમાશે


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આ ચક્રમાં ભારતીય ટીમે તેની બીજી વિદેશી ટેસ્ટ શ્રેણી દક્ષિણ આફ્રિકામાં રમવાની છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે બોક્સિંગ ડે પર સેન્ચુરિયન મેદાન પર શરૂ થશે. તે જ સમયે, આ 2 મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વર્ષ 2024ની શરૂઆતમાં કેપટાઉન મેદાન પર 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે. આ અગાઉ, જ્યારે છેલ્લી વખત ભારતીય ટીમ વર્ષ 2021-22માં દક્ષિણ આફ્રિકાની મુલાકાતે ગઈ હતી, ત્યારે તેને 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.


ભારત-એએ યૂએઇ-એને 8 વિકેટથી હરાવ્યું


 ભારત-A એ ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં UAE-A ને 8 વિકેટથી હરાવી દીધુ છે. ભારતીય કેપ્ટન યશ ધુલે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને અણનમ સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા UAE-Aએ 50 ઓવરમાં 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે 2 વિકેટ ગુમાવીને 26.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી નિકિન જૉસે અણનમ 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial