India A vs UAE A ACC Mens Emerging Teams Asia Cup 2023: ભારત-A એ ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં UAE-A ને 8 વિકેટથી હરાવી દીધુ છે. ભારતીય કેપ્ટન યશ ધુલે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને અણનમ સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા UAE-Aએ 50 ઓવરમાં 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે 2 વિકેટ ગુમાવીને 26.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી નિકિન જૉસે અણનમ 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.


UAE દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 26.3 ઓવરમાં 2 વિકેટો ગુમાવીને આ ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સાઈ સુદર્શન અને અભિષેક શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા, પરંતુ આ બંને બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા. સુદર્શન 8 બૉલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક 19 રન બનાવીને આઉટ થયો હતો.


યશે કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. તેને 84 બૉલનો સામનો કરીને અણનમ 108 રન બનાવ્યા હતા. યશની ઇનિંગમાં 20 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ નિકિને 53 બૉલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. તેને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી હતી.


UAEની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 175 રન જ બનાવી શકી, ઓપનર આર્યનશ શર્માએ 42 બોલમાં 38 રન બનાવ્યા. આર્યંશે 7 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન વલથપા ચિદમ્બરમે 107 બૉલમાં 46 રન બનાવ્યા હતા. તે એક પણ બાઉન્ડ્રી લગાવી શક્યા ન હતા. મોહમ્મદ ફરાજુદ્દીને 88 બૉલમાં 35 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કોઈપણ ખેલાડી ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યો નહોતો.


ભારત તરફથી હર્ષિત રાણાએ 4 વિકેટો ઝડપી હતી. તેને 9 ઓવરમાં 41 રન આપ્યા હતા. નીતિશ રેડ્ડીએ 5 ઓવરમાં 32 રન આપ્યા અને 2 વિકેટ લીધી. માનવ સુથારે 10 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટો ઝડપી હતી. આકાશ સિંહે 4.3 ઓવરમાં 10 રન આપીને એક વિકેટ ઝડપી હતી. 


પાકિસ્તાનના દબાણ બાદ શું એશિયા કપ રમવા ભારતીય ટીમ પાકિસ્તાન જશે ? સામે આવ્યુ મોટુ અપડેટ


ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ફેન્સ હવે થોડાક સમયમાં એશિયા કપની મેચોની રાહ જોઇને બેઠાં છે, આ એશિયા કપ 2023 ભારતની મેચો શ્રીલંકામાં રમાશે. ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ ઝકા અશરફ વચ્ચેની બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પાકિસ્તાનને આ વખતે હાઇબ્રિડ મૉડલ હેઠળ એશિયાની યજમાની કરવાનો અધિકાર છે, પરંતુ તે ઘરઆંગણે માત્ર 4 મેચોનું આયોજન કરશે, જ્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચો શ્રીલંકામાં રમાશે. એશિયા કપ શિડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે ડરબનમાં ICC બૉર્ડની બેઠક પહેલા જય શાહ અને ઝકા અશરફે અનૌપચારિક બેઠક કરી હતી. આ અંગે આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલે પોતાના નિવેદનમાં પીટીઆઈને જણાવ્યું કે અમારા સચિવ પીસીબીના વડા ઝકા અશરફને મળ્યા અને એશિયા કપના શિડ્યૂલ અંગે ચર્ચા કરી જે હવે આગળ વધી ગઈ છે. અરુણ ધૂમલે પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય ટીમ આગામી એશિયા કપમાં પોતાની તમામ મેચો માત્ર શ્રીલંકામાં જ રમશે. તેને કહ્યું કે, એશિયા કપ 2023માં લીગ સ્ટેજની 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે, ત્યારબાદ બાકીની મેચો શ્રીલંકામાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની 2 મેચનો સમાવેશ થાય છે. જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો ત્રીજી મેચ પણ શ્રીલંકામાં રમાશે.


ભારતીય ટીમ અને સચિવ જય શાહ નહીં કરે પાકિસ્તાનનો પ્રવાસ- 
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, BCCI સેક્રેટરી જય શાહને એશિયા કપ દરમિયાન પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે અરુણ ધૂમલે કહ્યું કે આવી કોઈ ચર્ચા થઈ નથી, ના તો ભારતીય ટીમ ત્યાં જઈ રહી છે કે ના તો સચિવ જય શાહ પાકિસ્તાનની મુલાકાત લેશે. આ બેઠક માત્ર એશિયા કપના કાર્યક્રમને અંતિમ રૂપ આપવા માટે કરવામાં આવી છે.


ભારતના ગ્રુપમાં પાકિસ્તાન અને નેપાળ


આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે અને તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ ભાગ લેવાના છે. ભારત, નેપાળ અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં રહેશે.