IND vs SA 2022 Team India: સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. સાથે જ હાર્દિક પંડ્યાની જગ્યાએ શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય દીપક હુડ્ડાની જગ્યાએ શ્રેયસ અય્યરને ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં મોહમ્મદ શમીના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા ઉમેશ યાદવ દક્ષિણ આફ્રિકાની શ્રેણીનો ભાગ હશે. IPL 2022માં શાનદાર પ્રદર્શન કરનાર ઉમરાન મલિકને ટીમમાં સ્થાન મળ્યું નથી.
તિરુવનંતપુરમમાં પ્રથમ વનડે રમાશે
મહત્વપૂર્ણ છે કે, દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ 28 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ પછી બંને ટીમોને ત્રણ દિવસનો બ્રેક મળ્યો હતો. બીજી T20 2 ઓક્ટોબરે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં અને ત્રીજી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્રણેય મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ભારતીય ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક , રવિ અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમેશ યાદવ, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.
ભારત સામેની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમ-
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, જેનમેન મલાન, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિક નોર્ટજે, વેન પાર્નેલ, એન્ડીલે ફેહલુકવેઓ, ડ્વેન પ્રિટોરિયસ, કગિસો રબાડા, તબરેજ શમ્સી.
દીપક હુડ્ડા સાઉથ આફ્રિકા સીરીઝનો ભાગ નહીં હોય. જેના કારણે ભારતીય ટીમની મુશ્કેલીમ વધી ગઈ છે. બોર્ડે કહ્યું છે કે દીપક હુડ્ડાને પીઠમાં ઈજા થઈ છે. હુડ્ડા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ટીમનો પણ ભાગ છે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવા જઈ રહી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા સામે ભારતની છેલ્લી ટી-20 સિરીઝ છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા આ શ્રેણીમાંથી જ પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરશે.