Team India's Squad: દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝ શરૂ થાય તે પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. 


ભારતીય ટીમમાં (Team India) મોટો ફેરફાર થયો છે, આ સીરીઝમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને (Hardik Pandya) આરામ આપવામા આવ્યો છે, દીપક હુડા (Deepak Hooda) પીઠની ઇજાના કારણે બહાર થઇ ગયો છે અને મોહમ્મદ શમી (Mohammed Shami) હજુ સુધી કૉવિડ-19માંથી રિકવર નથી થયો. આ ત્રણેય ખેલાડીએ સીરીઝમાંથી બહાર થઇ ગયા છે, અને તેની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં ત્રણ નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યુ છે. રિપોર્ટ પ્રમાણે શાહબાઝ અહેમદ (Shahbaz Ahmed), શ્રેયસ અય્યર (Shreyas Iyer) અને ઉમેશ યાદવ (Umesh Yadav)ની ટીમમાં એન્ટ્રી થઇ છે. 


BCCIના એક અધિકારીએ બતાવ્યુ કે, મોહમ્મદ શમી હજુ સુધી કોરોનાથી રિક્વર નથી થઇ શકે્યો, તે પુરેપુરો ફિટ નથી. તેને હજુ આરામની જરૂર છે, એટલા માટે તે દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝમાંથી બહાર રહેશે. શમીની જગ્યાએ ટીમમાં ઉમેશ યાદવને સામેલ કરવામાં આવ્યો છે.


દીપક હુડાના રિપ્લેસમેન્ટ તરીકે ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરને જગ્યા મળી છે. વળી, શાહબાઝ અહેમદને હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામા આવ્યો છે. એક ફાસ્ટ બૉલિંગ ઓલરાઉન્ડરની જગ્યાએ સ્પીન બૉલિંગ ઓલરાઉન્ડરને ટીમમાં સ્થાન આપવામા આવ્યુ છે.


દક્ષિણ આફ્રિકા અને ભારતની ફૂલ સ્ક્વૉડ - 


ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (ઉપકેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), આર.અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર, શાહબાઝ અહેમદ, ઉમેશ યાદવ.


દક્ષિણ આફ્રિકા ટીમ - તેમ્બા બવુમા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, જેનમેન માલન, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્ગી એનગીડી, એનરિક નૉર્ટ્ઝે, વેન પારનેલ, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટૉરિયસ, કગિસો રબાડા, તબરેજ શમ્સી. 


Suryakumar Yadav: સૂર્યકુમાર આ વર્ષે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો, સ્ટ્રાઈક રેટ જોઈને ચોંકી જશો - 


T20I Records: ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ વર્ષે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેની 69 રનની ધમાકેદાર ઇનિંગ્સ તેને આ સ્થાન પર લઈ ગઈ છે. અહીં ખાસ વાત એ છે કે સૂર્યકુમારે આખા વર્ષમાં 180+ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.


સૂર્યકુમાર યાદવે આ વર્ષે T20 ઈન્ટરનેશનલની 20 ઈનિંગ્સમાં 37.88ની બેટિંગ એવરેજ અને 182.84ના સ્ટ્રાઈક રેટથી 682 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તે આ વર્ષે T20I માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 42 સિક્સર ફટકારી છે.


આ છે ટોપ-5 ખેલાડી


સૂર્યકુમાર યાદવ પછી વર્ષ 2022માં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવનારમાં નેપાળના દીપેન્દ્ર સિંહ (626)નું નામ આવે છે. ત્રીજા સ્થાને ચેક રિપબ્લિકના સબાવુન ડેવીજી (612) છે. જો કે આ બંને બેટ્સમેનોએ નબળી ટીમો સામે રમતા આટલા રન બનાવ્યા છે. આ યાદીમાં પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન (556) ચોથા નંબરે અને વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન (553) પાંચમા નંબરે છે.