IND vs SA T20 WC: પર્થમાં આજે રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચ માટે દીપક હુડ્ડાને તક આપવામાં આવી છે. જ્યારે અક્ષર પટેલને પડતો મૂકવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ જણાવ્યું કે તેણે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કર્યા છે.
દીપક હુડ્ડાનું આવું રહ્યું છે પ્રદર્શનઃ
અક્ષરની જગ્યાએ દીપક હુડ્ડા પર વિશ્વાસ વ્યક્ત કરતા ભારતે તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. હુડ્ડા અત્યાર સુધીમાં 12 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે અને આ સમયગાળા દરમિયાન તેણે 293 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં સદી પણ ફટકારી છે. તેણે એક વિકેટ પણ લીધી છે. હુડ્ડાના ટી-20 પ્રદર્શન પર નજર કરીએ તો તે સારું રહ્યું છે. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 75 ઈનિંગ્સમાં 1236 રન બનાવ્યા છે. આ સાથે તેણે 30 ઇનિંગ્સમાં 10 વિકેટ પણ લીધી છે.
રોહિતે મેચ પહેલા કહ્યું, અમે પહેલા બેટિંગ કરીશું. અહીંની સપાટી સારી છે. અમારા માટે આ મહત્વપૂર્ણ મેચ છે. અમે અમારી દિનચર્યાને અનુસરીએ છીએ અને પ્રક્રિયા પર વિશ્વાસ કરીએ છીએ. અમારી ટીમમાં એક ફેરફાર છે. અક્ષર પટેલના સ્થાને દીપક હુડ્ડાને તક આપવામાં આવી છે.
ભારતની પ્લેઈંગ 11ઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
દ. આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન:
ક્વિન્ટન ડી કોક (wk), ટેમ્બા બાવુમા (c), રિલે રોસોઉ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી અને એનરિક નોર્ટજે.
આ પણ વાંચો....