IND vs SA, Rohit Sharma, Virat Kohli And Mohammed Shami: ભારતીય ક્રિકેટ ટીમ ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે, જેના માટે BCCI એ ટીમોની જાહેરાત કરી છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને બેટ્સમેન વિરાટ કોહલીને પ્રવાસમાં રમાનારી વન-ડે અને ટી-20 સીરિઝ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. BCCIએ બંને દિગ્ગજોના ODI અને T20માં ભાગ ન લેવાનું કારણ આપ્યું.
રોહિત અને કોહલી ટેસ્ટ શ્રેણીમાં ટીમનો ભાગ છે. રોહિત શર્મા ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. આ સિવાય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ વન-ડે અને ટી-20 સીરિઝનો ભાગ નથી. કેએલ રાહુલ વનડેમાં અને સૂર્યકુમાર યાદવ ટી20 શ્રેણીમાં ભારતની કેપ્ટનશીપ કરશે. જ્યારે શમીને ટેસ્ટ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેના રમવા પર શંકા છે.
વાસ્તવમાં BCCI તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે અપડેટ આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે, "રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડને પ્રવાસની વન-ડે અને ટી-20 સીરિઝમાંથી બ્રેક લેવાની વિનંતી કરી હતી
આ સિવાય મોહમ્મદ શમી વિશે કહેવામાં આવ્યું કે, "મોહમ્મદ શમી હાલમાં મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે અને તેની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર છે."
દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ કુમાર, અર્શદીપ સિંહ, દીપક ચહર.
3 T20 માટે ભારતની ટીમયશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટ કિપર), જીતેશ શર્મા (વિકેટ કિપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ , કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.
2 ટેસ્ટ માટે ભારતની ટીમ: રોહિત શર્મા (C), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, KL રાહુલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (VC), પ્રસિદ્ધ કૃષ્ણા.