IND vs SA ODI, Sai Sudharsan Rajat Patidar And Rinku Singh: ભારતીય ટીમ ડિસેમ્બરથી ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. બીસીસીઆઈએ ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરી છે. આફ્રિકાનો આ પ્રવાસ રજત પાટીદાર અને સાંઈ સુદર્શન જેવા અનકેપ્ડ બેટ્સમેન માટે ગેમ-ઓપનર સાબિત થઈ શકે છે, કારણ કે બંનેને વન-ડે  ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે અને બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. આ સિવાય ટી-20માં શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહને પણ વન-ડેની ટીમમાં સ્થાન મળ્યું છે






કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં માત્ર યુવા ખેલાડીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આઇપીએલમાં આરસીબી તરફથી રમતા 30 વર્ષીય રજત પાટીદાર થોડા સમયથી ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી ઈજામાંથી સ્વસ્થ થયા બાદ તે વિજય હજારે ટ્રોફીમાં રમ્યો અને તેના શાનદાર પ્રદર્શને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.


આ ઉપરાંત સાઈ સુદર્શન વિજય હજારે ટ્રોફીમાં પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે. તમિલનાડુ તરફથી રમતા સાઈ સુદર્શને ટૂર્નામેન્ટમાં ગોવા સામે રમાયેલી મેચમાં 125 રનની ઈનિંગ રમી હતી. સુદર્શને તેના સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન પણ ખેંચ્યું હતું.


ટી20 ઈન્ટરનેશનલમાં ભારત માટે શાનદાર દેખાવ કરનાર રિંકૂ સિંહને હવે વનડેમાં પણ તક આપવામાં આવી છે. રિંકૂએ ઓગસ્ટ 2023માં આયરલેન્ડ સામેની T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રિંકુએ અત્યાર સુધી 8 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 4 ઇનિંગ્સમાં તેણે ફિનિશરની ભૂમિકા ભજવી છે અને 216.94ની જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી 128 રન બનાવ્યા છે. રિંકુ ચારમાંથી ત્રણ ઇનિંગ્સમાં અણનમ પરત ફર્યો છે.


દક્ષિણ આફ્રિકા સામે ભારતની ODI ટીમ


ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકૂ સિંહ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ કુમાર, અર્શદીપ સિંહ, દીપક ચહર.