ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરી (મંગળવાર)ના રોજ ગુવાહાટીમાં રમાશે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે, તેથી ભારતીય ટીમ માટે શ્રીલંકા સીરિઝ ઘણી મહત્વપૂર્ણ છે. રોહિત શર્મા આ ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે, જે અંગૂઠાની ઈજામાંથી સંપૂર્ણ રીતે  સ્વસ્થ થઈ ગયો છે. જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની ભૂમિકામાં છે.


શુભમન ગિલ અને રોહિત ઓપનિંગ કરશે


પ્રથમ વનડેમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર રહેશે. છેલ્લી મેચમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માંથી બહાર બેસવું પડશે. કેપ્ટન રોહિત શર્માએ પુષ્ટી કરી કે તે પોતે શુભમન ગિલ સાથે ઓપનિંગ કરશે.


રોહિત શર્માએ કહ્યું, 'બંને ઓપનરો (ગિલ અને કિશન) ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ મને લાગે છે કે શુભમન ગિલને તક આપવી યોગ્ય રહેશે કારણ કે તેણે અગાઉની મેચોમાં ઘણા રન બનાવ્યા હતા. હું ઈશાન પાસેથી કોઈ શ્રેય લેવાનો નથી. તે અમારા માટે ખૂબ જ સારો રહ્યો છે. તેણે બેવડી સદી ફટકારી છે અને હું જાણું છું કે બેવડી સદી ફટકારવી એ કેટલી મોટી ઉપલબ્ધિ છે. પરંતુ સાચું કહું તો અમારે એવા ખેલાડીઓને પૂરતી તક આપવાની જરૂર છે જેમણે અગાઉ સારું પ્રદર્શન કર્યું છે.


ઉલ્લેખનીય છે કે ટી-20ના  નંબર-1 ખેલાડી સૂર્યકુમાર યાદવને પણ પ્લેઈંગ-11માંથી બહાર રહેવું પડી શકે છે. શ્રેયસ સૂર્યા પર ધ્યાન આપી શકે છે, જેણે ગયા વર્ષે વન-ડે ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા. રોહિતે કહ્યું કે ભારત એવા ખેલાડીઓને મહત્વ આપશે જેમણે ODI ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. રોહિતે કહ્યું, 'હું પણ ફોર્મ સમજું છું. ફોર્મ મહત્વનું છે, પરંતુ ફોર્મેટ પણ મહત્વપૂર્ણ છે. 50-ઓવરનું ફોર્મેટ એક અલગ ફોર્મેટ છે, જે T20 કરતાં થોડું લાંબુ છે અને જે ખેલાડીઓ વન-ડેમાં સારો દેખાવ કરે છે તેમને ચોક્કસપણે તક મળશે.


ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની બહાર થયા બાદ શમી સિવાય ભારત પાસે બે ફાસ્ટ બોલરો માટે જગ્યા છે. આ સાથે જ હાર્દિક પંડ્યા ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવશે. બે ઝડપી બોલરો માટે મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક વચ્ચે મુકાબલો છે. અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજને પ્લેઇંગ-11માં સ્થાન મળે તેવી શક્યતા વધુ છે અને બંને મોહમ્મદ શમીને સપોર્ટ કરશે.


ભારતના સંભવિત પ્લેઈંગ-11


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર/સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ