India vs South Africa, 1st T20I:  દિલ્હી: દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 211 રન બનાવ્યા હતા અને દ. આફ્રિકાના જીત માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમે 19.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલર અને ડેર ડ્યુસેને તોફાની ઇનિંગ્સ રમી હતી. ડ્યુસેને અણનમ 75 રન બનાવ્યા હતા. 


ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતી આફ્રિકન ટીમ માટે ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમા ઓપનિંગ કરવા આવ્યા હતા. બાવુમા માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ડી કોકે 22 રનનું યોગદાન આપ્યું હતું. પ્રિટોરિયસ 29 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. ત્યાર બાદ ડેવિડ મિલર અને ડેર ડ્યુસેને વિસ્ફોટક બેટિંગ કરતાં દ. આફ્રિકાએ સીરીઝની પહેલી મેચ જીતી લીધી હતી.


આફ્રિકાની ઇનિંગ્સ દરમિયાન ભારત માટે અક્ષર પટેલે 4 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી. અવેશ ખાને 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. તેને એક પણ વિકેટ મળી ન હતી. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી.


પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈશાન કિશને શાનદાર ઇનિંગ રમી હતી. ઈશાને 48 બોલમાં 76 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. હાર્દિક પંડ્યાએ માત્ર 12 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. પંડ્યાની ઇનિંગમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. કેપ્ટન ઋષભ પંતે 16 બોલમાં 29 રન બનાવ્યા હતા. પંતે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ઋતુરાજે 23 રનનું યોગદાન આપ્યું હતું.