IND vs SL: શ્રીલંકા સાથે રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર ભારતીય ટીમ માટે દુ:ખદાયક છે, કારણ કે તેમણે આ મેચમાં એવી ઘણી ભૂલો કરી, જેના કારણે મેચ તેમના હાથમાંથી સરકી ગઈ. જ્યારે પહેલી વનડેમાં પણ ભારત જીતેલી મેચ ટાઈ કરાવી બેઠું હતું અને હવે તો શ્રીલંકાએ ભારતને હરાવીને શ્રેણી પર 1-0ની લીડ મેળવી લીધી છે. ચાલો તમને જણાવીએ કે આ મેચમાં ભારતે કઈ કઈ ભૂલો કરી...




ભારતીય ટીમ સામે જીત માટે 241 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 42.2 ઓવરમાં 208 રન પર સમેટાઈ ગઈ. આ રીતે ભારતીય ટીમને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો. જોકે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરે નિરાશ કર્યા. જોકે, અક્ષર પટેલે 44 રનની સારી ઇનિંગ્સ જરૂર રમી, પરંતુ બીજા છેડેથી સતત બેટ્સમેનો પેવેલિયન તરફ જતા રહ્યા. પરિણામે, ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે 7 ઓગસ્ટે રમાશે. ભારતીય ટીમ ત્રીજી વનડે જીતીને શ્રેણી 1-1ની બરાબરી પર સમાપ્ત કરવા માંગશે.


ભારતની હારના કારણ





 



  • સારી શરૂઆત પછી ખરાબ પ્રદર્શન - ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત મળી, કારણ કે રોહિત શર્મા અને શુભમન ગિલે મળીને પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી. પરંતુ, પછી ભારતીય ટીમ તાશના પત્તાંની જેમ વેરવિખેર થઈ ગઈ. હા, ટીમ 42.2 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને ભારતીય ટીમ આ મેચ હારી ગઈ.

  • બેટિંગ ક્રમમાં ફેરફાર - ભારતીય ટીમની હારનું સૌથી મોટું કારણ બેટિંગ ઓર્ડરમાં ફેરફાર રહ્યો. ટોપ 3ને છોડી દેવામાં આવે, તો લગભગ દરેક બેટ્સમેનની બેટિંગ પોઝિશનમાં ફેરફાર કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં બેટ્સમેનોને એડજસ્ટ થવાનો સમય ન મળ્યો અને તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં, સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. નંબર 4 પર આવેલા શિવમ દુબે ખાતું ખોલ્યા વગર આઉટ થયા, અક્ષર પટેલે ટકી રહેવાનો પ્રયાસ કર્યો અને 44 રન બનાવીને આઉટ થયા. અંતમાં શ્રેયસ અય્યર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.

  • કેએલ રાહુલે નિરાશ કર્યા - ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ખૂબ નિરાશ કર્યા છે. શ્રીલંકા સાથે રમાઈ રહેલી વનડે શ્રેણીમાં ટીમ મેનેજમેન્ટે ઋષભ પંત પહેલાં તેમને તક આપી છે, પરંતુ અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં તે આ તકનો લાભ લઈ શક્યા નથી. પ્રથમ મેચમાં તે સસ્તામાં આઉટ થયયો અને આજે તો ખાતું પણ ખોલી શક્યો નહીં. કેએલનું 0 પર આઉટ થવું ક્યાંક ને ક્યાંક ભારતની હારનું કારણ છે. આવી સ્થિતિમાં હવે આગામી મેચમાં તેમને અંતિમ અગિયારમાંથી બહાર કરવામાં આવી શકે છે.