Suryakumar Yadav India vs Sri Lanka 2nd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચેની વન-ડે સીરિઝની બીજી મેચ ગુરુવારે કોલકાતામાં રમાશે. આ મેચ પહેલા ભારતે ગુવાહાટીમાં શાનદાર જીત નોંધાવી હતી. ટી-20 સીરિઝમાં જોરદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી નથી. તેના સ્થાને કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ ઐય્યરને તક આપી હતી. હવે સૂર્યકુમારને બીજી વનડેમાં પણ સ્થાન મળવાની શક્યતા ઓછી છે. ઐય્યરે વન-ડે ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે.
સૂર્યકુમાર યાદવે ટી-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારી હતી. આમ છતાં સૂર્યકુમારને પ્રથમ વનડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. તે બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર થઈ શકે છે. વાસ્તવમાં શ્રેયસ ઐય્યરે વન-ડે ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે ફોર્મમાં પણ છે. આ કારણોસર સૂર્યાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું હતું. જોકે ઐય્યર પ્રથમ વનડેમાં 24 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
શ્રેયસની વાત કરીએ તો તેણે બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મીરપુર વનડેમાં 82 રનની ઇનિંગ રમી હતી. આ પછી ચિત્તાગોંગ ટેસ્ટમાં 86 રન બનાવ્યા હતા. શ્રેયસે મીરપુર ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 87 રન અને બીજી ઇનિંગમાં અણનમ 29 રન બનાવ્યા હતા. તેના ઓવરઓલ વન-ડે પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 40 મેચમાં 1565 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 14 અડધી સદી ફટકારી છે. શક્ય છે કે શ્રેયસને બીજી વન-ડેની પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મળે.
ભારતનો રેકોર્ડ છે દમદાર
કોલકત્તામાં ભારતનો રેકોર્ડ ખુબ શાનદાર અને સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન મેદાનમાં ઓવર ઓલ 21 વનડે મેચો રમી ચૂકી છે. આમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો 10 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ તો ભારત કોલકત્તામાં કુલ 23 વાર વનડે મેચો રમવા ઉતર્યુ છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં એકપણ બૉલ ન હતો ફેંકાઇ શક્યો. ખરાબ હવામાન અને વરસાદના કારણે આ બે મેચો કેન્સલ થઇ થઇ હતી.
શ્રીલંકા પર ભારે છે ટીમ ઇન્ડિયા
કોલકત્તામા ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી પાંચ વનડે મેચો રમાઇ છે. આ મેદાનમાં ટીમ ઇન્ડિયાનુ પલડુ લંકા સામે ભારે રહ્યું છે. આ પાંચ મેચોમાંથી ત્રણમાં ભારતીય ટીમે જીત મેળવી છે, જ્યારે એક મેચનુ પરિણામ ન હતુ આવી શક્યુ. શ્રીલંકા વિરુ્દ્ધ ઇડન ગાર્ડન પર છેલ્લે વર્ષ 1996 માં વનડે મેચ જીતી હતી. તે પછી કોલકત્તામાં જ્યારેય ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મેચ રમાઇ છે, ત્યારે શ્રીલંકા ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ફેબ્રુઆરી, 2007માં રમાયેલી વનડેનું પરિણામ ન હતુ આવ્યુ