ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાશે, આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે. આ મેચમાં શ્રીલંકા માટે કરો યા મરોની સ્થિતિ સર્જાઇ છે. તો બીજીબાજુ રોહિત એન્ડ કંપની જીત સાથે સીરીઝ પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે. ભારત અને શ્રીલંકાની વનડે સીરીઝની આ મહત્વની બીજી વનડે મેચ 12 જાન્યુઆરીએ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+ હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.
ભારતનો રેકોર્ડ છે દમદાર
કોલકત્તામાં ભારતનો રેકોર્ડ ખુબ શાનદાર અને સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન મેદાનમાં ઓવર ઓલ 21 વનડે મેચો રમી ચૂકી છે. આમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો 10 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ તો ભારત કોલકત્તામાં કુલ 23 વાર વનડે મેચો રમવા ઉતર્યુ છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં એકપણ બૉલ ન હતો ફેંકાઇ શક્યો. ખરાબ હવામાન અને વરસાદના કારણે આ બે મેચો કેન્સલ થઇ થઇ હતી.
શ્રીલંકા પર ભારે છે ટીમ ઇન્ડિયા -
કોલકત્તામા ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી પાંચ વનડે મેચો રમાઇ છે. આ મેદાનમાં ટીમ ઇન્ડિયાનુ પલડુ લંકા સામે ભારે રહ્યું છે. આ પાંચ મેચોમાંથી ત્રણમાં ભારતીય ટીમે જીત મેળવી છે, જ્યારે એક મેચનુ પરિણામ ન હતુ આવી શક્યુ. શ્રીલંકા વિરુ્દ્ધ ઇડન ગાર્ડન પર છેલ્લે વર્ષ 1996 માં વનડે મેચ જીતી હતી. તે પછી કોલકત્તામાં જ્યારેય ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મેચ રમાઇ છે, ત્યારે શ્રીલંકા ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ફેબ્રુઆરી, 2007માં રમાયેલી વનડેનું પરિણામ ન હતુ આવ્યુ.