IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે કેરાલાના તિરુવનંતપુરમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાશે, ભારતીય ટીમ આ પહેલા બન્ને શરૂઆતી વનડે જીતીને સીરીઝમાં 2-0થી કબજો જમાવી ચૂકી છે. વનડે ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાની આ વર્ષની પ્રથમ સીરીઝ જીત છે. જોકે, આ પહેલાની વાત કરીએ તો, જાણો અહીં વનડે ફૉર્મેટમાં ભારત અને શ્રીલંકામાંથી કઇ ટીમનું પલડુ ભારે છે, અને આજે કોણ કોના પર રહેશે હાવી.


શું છે ભારત અને શ્રીલંકાનો હેડ ટૂ હેડ રેકોર્ડ - 
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની અંતિમ વનડે મેચ રમાઇ રહી છે, ભારતીય ટીમ આ સીરીઝમાં જીત મેળવી ચૂકી છે, છતાં જો અહીં હેડ ટૂ હેડ આંકડાની વાત કરવામાં આવે તો, અહીં ફરી એકવાર ભારતીય ટીમનું પલડુ ભારે લાગી રહ્યું છે. 


ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે ફૉર્મેટમાં અત્યાર સુધી 163 મેચો રમાઇ ચૂકી છે. ભારતીય ટીમે 94 વનડેમાં શ્રીલંકાને હરાવ્યુ છે, તો 57 મેચોમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત 11 વનડે મેચોમાં કોઇ પરિણામ નથી આવ્યુ. આ આંકડા પરથી કહી શકાય કે ભારતીય ટીમ જીતના રેશિઓમાં શ્રીલંકાથી આગળ છે. જોકે, આજની મેચમાં ટૉસ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.


આજની મેચમાં થઇ શકે છે ફેરફાર -
રિપોર્ટ પ્રમાણે કેપ્ટન રોહિત શર્મા આજની મેચમાં કેટલાક ફેરાફારો કરી શકે છે, એક રિપોર્ટ પ્રમાણે આજે ફરી એકવાર સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનને મોકો આપી શકે છે. આજની મેચ ભારતીય ટીમ માટે ઔપચારિક વનડે છે. 


 


બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ - 


ભારતની ફૂલ સ્ક્વૉડ - 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શુભમન ગીલ, ઇશાન કિશન, વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.


શ્રીલંકાની ફૂલ સ્ક્વૉડ -
દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, અશાન બન્ડારા, વાનિન્દુ હસરંગા, આવિષ્કા ફર્નાન્ડો, નુવાન્દુ ફર્નાન્ડો, ચામિકા કરુણારત્ને, લાહીરુ કુમારા, દિલશાન મધુશંકા, પાથુમ નિશંકા, પ્રમોદ મધુશન, કાસુન રજિતા, સાદીરા સમરવિક્રમા, મહીષ તીક્ષણા, જેફ્રી વાન્દરસે, દુનિથ વેલાલગે.