Today Third ODI Match: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ વનડે મેચની ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે, આજની મેચ કેરાલાના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, તીરુવનંતપુરમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમ પહેલાથી જ ત્રણ મેચોની વનડે સીરીઝને 2-0થી કબજે કરી ચૂકી છે, આજની મેચ માત્ર ઔપચારિક છે. આજે બન્ને ટીમો વચ્ચે કેટલાક મોટા ફેરફારો પણ જોવા મળી શકે છે.
રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ વર્ષ 2023ની જીત સાથે શરૂઆત કરી છે, ઘરેલુ મેદાનમાં રમાઇ રહેલી વનડે સીરીઝમાં ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ બે વનડેમાં જીત મેળવીને સીરીઝમાં કબજો જમાવી દીધો છે, જોકે, આ જે ત્રીજી વનડે કેરાલાના તીરુવનંતપુરમમાં રમાઇ રહી છે, તેને પણ ટીમ ઇન્ડિયા જીતવાનો પુરેપુરો પ્રયાસ કરશે, જો જીત મળે છે, તો ભારતીય ટીમ માટે વ્હાઇટ વૉશથી સીરીઝ જીતવાનો મોકો રહેશે. જોકે બીજી બાજુ શ્રીલંકન ટી માટે આ વર્ષની શરૂઆત ખરાબ ગણી શકાશે.
પ્રથમ બે વનડેમાં ભારતીય ટીમની શાનદાર જીત -
રોહિત શર્મા એન્ડ કંપનીએ ત્રણ વનડેની સીરીઝમાં પ્રથમ બન્ને વનડેમાં શાનદાર જીત મેળવી છે, પ્રથમ વનડે ભારતમાં ગૌવાહાટીમાં રમાઇ હતી, અહી ભારતીય ટીમે 67 રનોથી શાનદાર જીત હાંસલ કરી હતી, જોકે, બીજી કરો યા મરો વનડે કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાઇ હતી, આ મેચમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતાં 4 વિકેટથી જીત મેળવીને સીરીઝ પર કબજો જમાવી દીધો હતો. આજની મેચ તિરુવનંતપુરમમાં બપોરે 1-30 વાગ્યાથી શરૂ થઇ રહી છે.
IND vs SL: ત્રીજી વનડે પહેલા ભારતીય ટીમ માટે માઠા સમાચાર, કૉચ રાહુલ દ્રવિડ બેંગ્લુરુ પરત ફર્યા, જાણો કેમ
Rahul Dravid Back Bengaluru: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રાહુલ દ્રવિડ શુક્રવારે સવારે બેગ્લુરુ માટે રવાના થઇ ગયા, આ દરમિયાન ટીમ ઇન્ડિયા અને સપોર્ટ સ્ટાફે તિરુવનંતપુરમ માટે ઉડાન ભરી. તે શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે અવેલેબલ રહેશે કે નહીં, હજુ તેના પર કોઇ અધિકારિક નિવેદન સામે નથી આવ્યુ. તે સ્વાસ્થ્ય કારણોના કારણે કોલકત્તાથી સવારે બેંગ્લુરું માટે રવાના થઇ ગયા.
રિપોર્ટ અનુસાર, ગુરુવારે ભારત અને શ્રીલંકાની વચ્ચે બીજી મેચ દરમિયાન તેમને બ્લેડ પ્રેશરની ફરિયાદ કરી હતી, આ દરમિયાન ક્રિકેટ એસોશિએશન ઓફ બંગાળના ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી. ફેને શેર કરી તસવીર -
રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવાઇ રહ્યું છે કે, રાહુલ દ્રવિડના સ્વાસ્થ્યને લઇને વધુ ચિતિંત થવાની જરૂર નથી, બધુ ઠીક છે. મુખ્ય કૉચ તિરુવનંતપુરમમાં રમાનારી ત્રીજી વનડે મેચ પહેલા ટીમ ઇન્ડિયાને જૉઇન કરી શકે છે. કોલકત્તાથી બેંગ્લુરુ જતી વખતે તેમની તસવીર એક ફેને સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જેમાં રાહુલ દ્રવિડ સ્વસ્થ દેખાઇ રહ્યાં છે. ફેને તેની તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું- ફ્લાઇટમાં શું શાનદાર આશ્ચર્ય, ફ્લાઇટમાં ટીમ ઇન્ડિયાના હેડ કૉચ રાહુલ દ્રવિડને મળ્યો.