Team India Predicted Playing XI For 3rd ODI:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ OD વન-ડે સીરિઝની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં શ્રીલંકાને હરાવીને ક્લિનસ્વીપ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતે 10 જાન્યુઆરીએ ગુવાહાટી અને 12 જાન્યુઆરીએ કોલકાતામાં રમાયેલી બંને મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયામાં ઓછામાં ઓછા ચાર ફેરફાર કરી શકે છે.


સૂર્યકુમારને તક મળી શકે છે


શ્રીલંકા સામેની ત્રીજી મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમા કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. શ્રીલંકા સામે ટી-20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનારા સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. સૂર્યકુમારે શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેના સિવાય ઈશાન કિશનને પણ ત્રીજી વનડેમાં તક મળી શકે છે. બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારીને તે ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો છે. આ બે સિવાય ડાબોડી બોલર અર્શદીપ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ત્રીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.


ભારત ઈતિહાસ રચવાની નજીક


ત્રીજી વનડેમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડવાની તક હશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ કોઈપણ એક દેશ સામે વનડેમાં સંયુક્ત રીતે 95-95 મેચ જીતી છે. જો ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં શ્રીલંકાને હરાવશે તો તે આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે. ત્યારે ભારત વન-ડે ઈતિહાસમાં કોઈપણ એક દેશ સામે સૌથી વધુ જીત મેળવનાર દેશ બની જશે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 141માંથી 95 વનડે જીતી છે. આ સાથે જ ભારતે શ્રીલંકા સામે 164 વનડેમાંથી 95માં જીત મેળવી છે.


કેટલા વાગ્યે શરૂ થશે મેચ?


ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીની છેલ્લી અને ત્રીજી મેચ રવિવાર, 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.


તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ટીવી ચેનલો પર ભારત અને શ્રીલંકા વચ્ચેની છેલ્લી મેચ લાઈવ જોઈ શકશો. આ સિવાય આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર ઉપલબ્ધ હશે.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન


રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક