Indian Team in Padmanabhaswamy Temple: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ રવિવારે તિરુવનંતપુરમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં શ્રીલંકા પર 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી મેચ પહેલા ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ભગવાનના દર્શન કરવા અને પૂજા કરવા માટે શ્રી પદ્મનાભસ્વામી મંદિર પહોંચ્યા હતા. પદ્મનાભસ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચેલા ભારતીય ખેલાડીઓની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.






ભારતીય ટીમ પદ્મનાભસ્વામી મંદિર પહોંચી


ટીમ ઈન્ડિયાએ રવિવાર, 15 જાન્યુઆરીએ શ્રીલંકા સામે વનડે શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. આ મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ પદ્મનાભસ્વામી મંદિર પહોંચ્યા હતા. આ ખેલાડીઓએ અહીં પહોંચીને ભગવાનના આશીર્વાદ લીધા અને પ્રાર્થના પણ કરી હતી. પૂજા દરમિયાન તમામ ભારતીય ખેલાડીઓ પરંપરાગત વસ્ત્રોમાં જોવા જોઈએ. આ ડ્રેસમાં ભારતીય ખેલાડીઓની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ છે


ભારતીય ટીમ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 2-0થી આગળ છે. કોલકાતામાં રમાયેલી બીજી મેચમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટે હરાવીને વનડે સીરીઝ પર કબજો કર્યો હતો. આ શ્રેણીની પ્રથમ મેચ પણ ભારતે જીતી હતી. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ કરીને આ સિરીઝ 3-0થી પોતાના નામે કરશે તેવી આશા દરેકને છે.


Team India: 26 મહિના બાદ આ તોફાની બેટ્સમેનની ટીમ ઇન્ડિયામાં વાપસી, હાલમાં જ બનાવી ચૂક્યો છે આ મોટો રેકોર્ડ


ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે શુક્રવારે મોડી રાત્રે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ આગામી ટી20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝમાં સ્ટાર યુવા બેટ્સમેન પૃથ્વી શૉની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઇ છે. પૃથ્વી શૉે ટીમ ઇન્ડિયાની ટિકીટ તેના રણજી ટ્રૉફીમાં રેકોર્ડતોડ ઇનિંગ 379 રન બાદ મળી છે.