India vs Sri Lanka 3rd T20 Match Rajkot: ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત હાંસલ કરી, તો બીજી ટી20માં શ્રીલંકાન ટીમે જીત મેળવી છે, હવે બન્ને ટીમો ત્રણ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર આવી ગઇ છે. આગામી 7મી જાન્યુઆરીએ બન્ને ટીમો વચ્ચે ફાઇનલ ટી20 મેચ રાજકોટમાં રમાશે. જાણો અહીં રેકોર્ડ વિશે..... 


આ નિર્ણાયક મેચ પહેલા અત્યાર સુધીના રેકોર્ડ પર એક નજર નાંખીએ તો ભારત માટે સારા સમાચાર છે કેમ કે અહીં ભારતનું પલડુ ભારે છે, ટીમ ઇન્ડિયાએ અહીં 4માંથી 3 ટી20 મેચોમાં જીત હાંસલ કરી છે.  


ભારતે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 4 ઇન્ટરનેશનલ મેચો રમી છે, આ દરમિયાન 3 મેચોમા જીત નોંધાવી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


ટીમ ઇન્ડિયાએ અહીં પહેલી ટી20 મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી, તે ઓક્ટોબર 2013માં રમાઇ રહી, અને આ મેચમાં ભારતે 6 વિકેટથી જીત નોંધાવી હતી. આ પછી બીજી મેચ નવેમ્બર 2017 માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી, આ મેચમાં ભારતને 40 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.


ટીમ ઇન્ડિયાએ 2019 અને 2022 માં મેચો જીતી - 
આ પછી ભારતે બાંગ્લાદેશને અહીં 8 વિકેટથી અને દક્ષિણ આફ્રિકાને 82 રનોથી હરાવ્યુ હતુ. હવે ટીમ ઇન્ડિયા રાજકોટમાં શ્રીલંકા વિરુદ્ધ મેચ રમાશે. શ્રીલંકન ટીમ આ દરમિયાન પહેલીવાર આ મેદાન પર કોઇ મેચ રમશે. અહીં ત્રણ મેચોની ટી20 સીરીઝીની ફાઇનલ મેચ રમાવવાની છે. 


 


નિર્ણાયક મેચમાં વરસાદ ભૂમિકા ભજવશે ?


ત્રીજી મેચમાં વરસાદ કે અન્ય કોઈ રીતે હવામાન મેચમાં ખલેલ પહોંચાડે તેવું લાગતું નથી. વેધર ડોટ કોમ મુજબ મેચના દિવસે એટલે કે 7 જાન્યુઆરીએ રાજકોટનું તાપમાન દિવસ દરમિયાન 32 ડિગ્રી સુધી પહોંચી જશે. તે જ સમયે, તે રાત્રે 17 ડિગ્રી સુધી નીચે જશે. આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન વરસાદની સંભાવના માત્ર 2 ટકા રહેશે જ્યારે રાત્રે તે ઘટીને 1 ટકા થઈ જશે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 46 ટકા રહેશે અને રાત્રે તે વધીને 57 ટકા થશે. આ સિવાય 10-15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ રિપોર્ટને જોતા એવું લાગે છે કે નિર્ણાયક મેચમાં હવામાન કોઈ અડચણ ઉભી નહીં કરે.


પીચનું શું થશે, કોના માટે તે મદદરૂપ થશે?


રાજકોટમાં રમાનાર આ મેચમાં પીચ બેટ્સમેનો માટે ઘણી મદદગાર સાબિત થશે. અહીં સપાટ પિચ બોલરો માટે મુશ્કેલી ઊભી કરે છે. બેટ્સમેનો માટે અહીં બેટિંગ કરવી ખૂબ જ સરળ રહેશે. તે જ સમયે, બોલરોએ આ પીચ પાસેથી તેમની ચોક્કસ લાઇન અને લંબાઈ સિવાય બીજી કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. પીચ બેટ્સમેનોને સંપૂર્ણ રીતે સપોર્ટ કરે છે. સપાટ પિચની સાથે અહીં નાની બાઉન્ડ્રી બેટ્સમેન માટે વધુ મદદરૂપ સાબિત થશે. બાઉન્ડ્રી લંબાઈ લગભગ 65-70 મીટર હશે. આ પીચના હિસાબે અહીં બીજી હાઈ સ્કોર મેચ જોવા મળશે.