Rishabh Pant replacement in Delhi Capitals: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 30 ડિેસેમ્બરે થયેલા કાર અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયો છે, અને હાલમાં મુંબઇની કોકિલાબેન હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યો છે. આ દૂર્ઘટનામાં પંતનું લિંગામેન્ટ પણ તુટી ગયુ છે અને હવે સર્જરી કરાવવી પડી શકે છે. એક રિપોર્ટ અનુસાર, પંત હવે આગામી 9 મહિના સુધી મેદાનની બહાર રહેશે, આવામાં આગામી આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં વિકેટકીપિંગ કોણ કરશે, તે મોટ પ્રશ્ન બની ગયો છે, જાણો આ સ્થાન માટે કોણ કોણ છે રેસમાં..... 


આઇપીએલની આગામી સિઝનમાથી બહાર રહેશે ઋષભ પંત - 
આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત નહીં જોવા મળી શકે. આવામાં પંતની જગ્યાએ વિકેટકીપિંગ માટે બે મોટા ખેલાડી રેસમાં છે. 


ફિલ સૉલ્ટ - 
ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેને ફિલ સૉલ્ટ આ સ્થાન માટે સૌથી મોટો દાવેદાર છે, જો પંત નથી રમતો તો આ સ્થાન માટે દિલ્હી કેપિટલ્સ પહેલા નંબર પર ફિલ સૉલ્ટને પસંદ કરી શકે છે. આઇપીએલના મિની ઓક્શનમાં ફિલ સૉલ્ટને દિલ્હીએ 2 કરોડ રૂપિયાની રકમ આપીને ખરીદ્યો હતો. જોકે, ખાસ વાત છે કે ઇન્ટરનેશનલ લેવલ પર હજુ સુધી ફિલ સૉલ્ટે વિકેટકીપિંગ નથી કરી, પરંતુ તે લંકાશાયર માટે વિકેટકીપિંગ કરી ચૂક્યો છે, અને બેટિંગ પણ સારી રીતે કરી શકે છે.


ફિલ સૉલ્ટની વાત કરીએ તો તે ટી20માં આક્રમક બેટ્સમેન ગણાય છે. તેને પોતાની કેરિયરમાં અત્યાર સુધી 167 મેચો રમી છે. આ દરમિયાન તેને 150.39 ની શાનદાર સ્ટ્રાઇક રેટથી 3817 રન બનાવ્યા છે. ફિલ ક્રિકેટના આ ફોર્મેટમાં અત્યાર સુધી 26 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. 


સરફરાજ ખાન - 
ફિલ સૉલ્ટ બાદ ઋષભ પંતની જગ્યા લઇ શકે એવો ઇન્ડિયન વિકેટકીપર સરફરાજ ખાન છે, સરફરાજ ખાન પણ તોફાની બેટિંગ માટે જાણીતો છે. દિલ્હી કેપિટલ્સ સરફરાજ ખાનને પણ ઋષભ પંતના સ્થાન પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. સરફરાજ ખાનની વાત કરીએ તો તેને અત્યાર સુધી આઇપીએલમાં 46 મેચો રમી છે, આ દરમિયાન તેને 137.82 ની સ્ટ્રાઇક રેટથી 532 રન બનાવ્યા છે.