IND vs SL 2nd ODI Live Streaming: ભારત અને શ્રીલંકા વચ્ચે (IND vs SL) આવતીકાલે 12મી જાન્યુઆરીએ સીરીઝની બીજી વનડે મેચ રમાશે, આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે. આ ઐતિહાસિક મેદાન 'ઇડન ગાર્ડન્સ'માં ભારતીય ટીમનુ પલડુ પહેલાથી જ શ્રીલંકા ટીમ વિરુદ્ધ ભારે રહ્યુ છે. આ મેચમાં શ્રીલંકા માટે કરો યા મરોની સ્થિતિ સર્જાઇ છે. તો બીજીબાજુ રોહિત એન્ડ કંપની જીત સાથે સીરીઝ પર કબજો જમાવવાનો બેસ્ટ મોકો છે.
આવતીકાલની ઇડન ગાર્ડન્સમાં રમાનારી બીજી વનડે મેચ ક્યારે ને કેટલા વાગે લાઇવ જોઇ શકાશે, જાણો અહીં....
ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે બીજી વનડે મેચ લાઇવ ?
ભારત અને શ્રીલંકાની વનડે સીરીઝની આ મહત્વની બીજી વનડે મેચ 12 જાન્યુઆરીએ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+ હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે. 'ફ્રી ડીટીએચ' કનેક્શન પર આ મેચ ડીડી સ્પૉર્ટ્સ ચેનલ પર પણ જોઇ શકાશે.
IND vs SL: રોહિત શર્માએ જીત્યા દિલ, 98 રન પર 'માંકડિંગ' આઉટ થયો હતો દાસુન શનાકા, પરંતુ...
આ મેચમાં ભલે શ્રીલંકાની ટીમ હારી ગઈ હોય, પરંતુ બધા દાસુન શનાકાની સદીની ઈનિંગના વખાણ કરી રહ્યા છે. જો કે, જો રોહિત શર્મા ઈચ્છતો હોત તો શનાકા સદી ફટકારી શક્યો ન હોત.
વાસ્તવમાં શ્રીલંકાની ઈનિંગ્સની 50મી ઓવરમાં ચોથા બોલ પર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ દાસુન શનાકાને માંકડિંગ આઉટ એટલે કે નોન-સ્ટ્રાઈક એન્ડ પર રન આઉટ કર્યો હતો, પરંતુ ભારતીય કેપ્ટને અપીલ પાછી ખેંચી લીધી હતી. શનાકા તેની સદી પૂરી કરી શક્યો ન હતો.
--