India vs Sri Lanka 2nd ODI Kolkata: ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે એટલે કે 12મી જાન્યુઆરીના દિવસે સીરીઝની બીજી વનડે મેચ રમાશે, પ્રથમ વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી છે. 


આ બીજી વનડે મેચમાં ભારતીય ટીમ એકબાજુ જીત મેળવીને સીરીઝ કબજે કરવા મેદાનમાં ઉતરશે, તો બીજીબાજુ મહેમાન ટીમ શ્રીલંકા સીરીઝ બચાવવા જીત માટે પ્રયાસ કરશે. બીજી વનડે પહેલા અહીં જાણી લઇ કે બીજી વનડે કોલકત્તાના ઇડન ગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવવાની છે, અહીં કેવો છે ભારતીય ટીમનો દેખાવ, શું છે વનડે રેકોર્ડ, જાણો.... 


ભારતનો રેકોર્ડ છે દમદાર - 
કોલકત્તામાં ભારતનો રેકોર્ડ ખુબ શાનદાર અને સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન મેદાનમાં ઓવરઓલ 21 વનડે મેચો રમી ચૂકી છે. આમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો 10 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ તો ભારત કોલકત્તામાં કુલ 23 વાર વનડે મેચો રમવા ઉતર્યુ છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં એકપણ બૉલ ન હતો ફેંકાઇ શક્યો. ખરાબ હવામાન અને વરસાદના કારણે આ બે મેચો કેન્સલ થઇ થઇ હતી. 


શ્રીલંકા પર ભારે છે ટીમ ઇન્ડિયા - 
કોલકત્તામા ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી પાંચ વનડે મેચો રમાઇ છે. આ મેદાનમાં ટીમ ઇન્ડિયાનુ પલડુ લંકા સામે ભારે રહ્યું છે. આ પાંચ મેચોમાંથી ત્રણમાં ભારતીય ટીમે જીત મેળવી છે, જ્યારે એક મેચનુ પરિણામ ન હતુ આવી શક્યુ. શ્રીલંકા વિરુ્દ્ધ ઇડન ગાર્ડન પર છેલ્લે વર્ષ 1996 માં વનડે મેચ જીતી હતી. તે પછી કોલકત્તામાં જ્યારેય ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મેચ રમાઇ છે, ત્યારે શ્રીલંકા ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ફેબ્રુઆરી, 2007માં રમાયેલી વનડેનું પરિણામ ન હતુ આવ્યુ. 


 


પ્રથમ વડેમાં જીત બાદ રોહિત શર્માએ શું કહ્યું ?


રોહિત શર્માએ કહ્યું કે અમે બેટિંગમાં સારી શરૂઆત કરી. ઓપનર તરીકે બાકીના બેટ્સમેનો માટે સારું પ્લેટફોર્મ સેટ કરવામાં સફળ રહ્યો. જોકે, ભારતીય કેપ્ટન બોલિંગથી નાખુશ દેખાતા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું કે અમારા બોલરો આનાથી વધુ સારી બોલિંગ કરી શક્યા હોત, પરંતુ હું વધારે ખામીઓ વિશે નહી કહું. રોહિત શર્માના મતે આ સ્થિતિમાં બોલિંગ કરવી સરળ ન હતી. તે જ સમયે, તેણે કહ્યું કે અંદર પ્રકાશ અને ઝાકળને કારણે પરિસ્થિતિ બોલરો માટે અનુકૂળ ન હતી, પરંતુ તેમ છતાં અમારા બોલરોએ સારું પ્રદર્શન કર્યું.


ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 67 રનથી જીત મેળવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળતા ભારતીય ટીમે બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 373 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 306 રન જ બનાવી શકી હતી. જેમાં ટીમના કેપ્ટન દાસુન શનાકાએ સદી ફટકારી હતી અને તે અણનમ પરત ફર્યો હતો, પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. મેચ પછી, શનાકાએ તે ભૂલો પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે તે અને ટીમ ક્યાં ચૂકી છે.