લખનઉઃ આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ ટી-20 મેચ સીરિઝની પ્રથમ મેચ રમાશે. આ માટે ટીમ ઇન્ડિયા લખનઉ પહોંચી ચૂકી છે. શ્રીલંકા સામેની સીરિઝ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો લાગ્યો છે. દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ ઇજાના કારણે સીરિઝમાંથી બહાર થઇ ગયા છે. ભારતીય ટીમ શ્રીલંકા સામે ઘરઆંગણે એક પણ ટી-20 સીરિઝ હારી નથી. પ્રથમ ટી-20 મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાત વાગ્યે શરૂ થશે.
ટીમ ઇન્ડિયા આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સીરિઝમાં અનેક યુવા ખેલાડીઓને તક આપી શકે છે. વેસ્ટ ઇન્ડિઝ સામે 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે પણ સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે.
વિરાટ કોહલી, ઋષભ પંત અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ત્રણેય મેચમાં ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ અને સંજૂ સૈમસન જેવા ખેલાડીઓને વધુ તક મળશે. વેસ્ટ ઇન્ડિઝ સામે વેંકટેશ ઐય્યરે ફિનિશરની ભૂમિકા સારી રીતે નિભાવી હતી. સ્પિનર રવિ બિશ્નોઇએ વેસ્ટ ઇન્ડિઝ સામે સારુ પ્રદર્શન કર્યું હતું. બુમરાહની વાપસી થતા ટીમ ઇન્ડિયાનું બોલિંગ આક્રમણ મજબૂત થયું છે. ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ સિરાજને પણ ટીમમા સામેલ કરવામાં આવી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન, સંજૂ સૈમસન, વેંકટેશ ઐય્યર, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ
Gujarat Govt. Scheme: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ખાસ યોજના, તમામ માહિતી મળશે આંગળીના ટેરવે
SC on Offline Exam: ઓફલાઇન થશે CBSE-ICSEની ધો. 10 અને 12ની પરીક્ષા, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું