India Women vs South Africa Women, U19 World Cup: મહિલા અંડર-19 વર્લ્ડ કપ 2023 આજથી શરૂ થયો છે. વર્લ્ડકપના પ્રથમ દિવસે 4 મેચ રમાશે. ભારતીય ટીમે પણ પહેલા દિવસે જ મેચ રમવાની છે. આ વર્લ્ડકપના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન શેફાલી વર્મા છે. આજે અમે તમને જણાવીશું કે તમે આ મેચ ક્યારે અને ક્યાં જોઈ શકો છો.
મેચ ક્યારે રમાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 14 જાન્યુઆરીએ વિલોમૂર પાર્ક, બેનોનીમાં મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5.15 કલાકે શરૂ થશે.
તમે લાઈવ મેચ ક્યાં જોઈ શકો છો
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારતીય મહિલા અંડર-19 ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા અંડર-19 ટીમ વચ્ચેની મેચ લાઈવ જોઈ શકો છો. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5:15 વાગ્યે શરૂ થશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ વિલોમૂર પાર્ક, બેનોનીમાં રમાશે. આ પીચ પર બેટ્સમેનોને ઘણી મદદ મળશે અને અહીં મોટો સ્કોર જોવા મળશે. જોકે શરૂઆતમાં ઝડપી બોલરોને પણ ફાયદો થશે.
અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ
શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વાઇસ કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), જી તૃષા, સૌમ્યા તિવારી, સોનિયા મેહદિયા, હર્લે ગાલા, હર્ષિતા બાસુ (wk), સોનમ યાદવ, મન્નત કશ્યપ, અર્ચના દેવી, પાર્શ્વી ચોપરા , તિતસ સાધુ , ફલક નાઝ , શબનમ
સ્ટેન્ડબાય ખેલાડીઓ: શિખા, નજલા સીએમસી, યશશ્રી