India vs Sri Lanka 1st T20: મંગળવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચ રમાઇ. ઉતાર-ચઢાવ વાળી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ બે રનથી મેચ જીતી લીધી. મેચમાં છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીત માટે 13 રનોની જરૂર હતી, પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલને ઓવર સોંપી અને તેને લગભગ હારેલી મેચ જીતાડી દીધી હતી. 


છેલ્લા 6 બૉલના રૉમાન્ચની પુરેપુરી કહાણી - 
મહેમાન ટીમ શ્રીલંકાને છેલ્લી ઓવર એટલે કે 6 બૉલમાં 13 રનોની જરૂર હતી, આવામાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવર ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલને સોંપી.


અક્ષર પટેલનો પહેલો બૉલ વાઇડ, આ પછી ઓવરના પહેલા બૉલ પર 1 રન બન્યો. બીજા બૉલ પર શ્રીલંકન ટીમનો બેટ્સમેન કોઇ રન ના બનાવી શક્યો. 


ઓવરના ત્રીજા બૉલ પર કરુણારત્નેએ શાનદાર છગ્ગો ફટકાર્યો, અક્ષર પટેલની ઓવરના ચોથા બૉલ પર કોઇ રન ના બન્યો. ઓવરના પાંચમા બૉલ પર શ્રીલંકન બેટ્સમેન કસૂન રન આઉટ થઇને પેવેલિયન ગયો. 


આ પછી છેલ્લા બૉલ, એટલે કે છઠ્ઠા બૉલ પર કરુણારત્ને રન આઉટ થઇને પેવેલિયન ગયો અને ભારતીય ટીમ 2 રનોથી મેચ જીતી ગઇ.






બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દીપક હુડા, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, શિવમ માવી, યુઝવેન્દ્ર ચહલ, અને ઉમરાન મલિક.


શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાંકા, ધનંજય ડિ સિલ્વા, ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહિશ થિક્સાના, કસુન રજીથા અને દિલશાન મદુશંકા.