IND vs SL Pitch Report: શનિવારે એટલે કે 15મી જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકાની ટીમો ફરી એકવાર ત્રીજી વનડેમાં આમને સામને ટકરાશે. આ મેચ તિરુવનંતપુરમમાં રમાઇ રહી છે, બપોરે 1.30 વાગે મેચ શરૂ થશે, પરંતુ આ પહેલા પીચ રિપોર્ટ જાણો, જાણો શુ છે અહીં પીચનો મિજાજ ને કોણે કરશે વધુ મદદ......


પીચ રિપોર્ટ
બન્ને દેશની ક્રિકેટ ટીમો આજે સીરીઝની અંતિમ વનડે મેચ રમવા માટે મેદાનામાં ઉતરશે, બન્ને ટીમોનો પ્રયાસ જીત મેળવવાનો રહેશે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ શરૂઆતની પ્રથમ બે વનડે મેચો જીતીને સીરીઝ પર 2-0થી કબજો જમાવી ચૂકી છે. 


શું છે કહે છે પીચ રિપોર્ટ
આજની મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે, આ પહેલા કેરાલાના તિરુવનંતપુરના ગ્રીન ફિલ્ડ સ્ટેડિયમની પીચનો રિપોર્ટ જાણી લઇએ. આજની મેચ ગ્રીન ફિલ્ડની પીચ પર રમાશે, આ પીચની વાત કરીએ તો, અહીં બેટ્સમેનો માટે મુશ્કેલ બની શકે છે. 


આ પીચના આંકડાની વાત કરીએ તો, અહીંની પીચથી સ્પીનરો અને ફાસ્ટ બૉલરોને મદદ મળી શકે છે, જ્યારે બેટ્સમેનોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ પીચ પર ટૉસ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જોકે, આ પીચ પર બેટ અને બૉલની વચ્ચે રોમાંચક લડાઇ જોવા મળી શકે છે. અહીં સ્કૉર નીચો રહેવાની પુરેપુરી સંભાવના છે. 


ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની ટીમ ઇન્ડિયા પહેલાથી બન્ને શરૂઆતી વનડે મેચો જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી ચૂકી છે, અને સીરીઝ પર કબજો જમાવી દીધો છે, આજની મેચ ભારતીય ટીમ માટે માત્ર ઔપચારિક બની રહેશે, આ કારણે ટીમમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.


ભારત ઈતિહાસ રચવાની નજીક




ત્રીજી વનડેમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડવાની તક હશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ કોઈપણ એક દેશ સામે વનડેમાં સંયુક્ત રીતે 95-95 મેચ જીતી છે. જો ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં શ્રીલંકાને હરાવશે તો તે આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે. ત્યારે ભારત વન-ડે ઈતિહાસમાં કોઈપણ એક દેશ સામે સૌથી વધુ જીત મેળવનાર દેશ બની જશે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 141માંથી 95 વનડે જીતી છે. આ સાથે જ ભારતે શ્રીલંકા સામે 164 વનડેમાંથી 95માં જીત મેળવી છે.


ભારતીય ટીમ પદ્મનાભસ્વામી મંદિર પહોંચી


ટીમ ઈન્ડિયાએ રવિવાર, 15 જાન્યુઆરીએ શ્રીલંકા સામે વનડે શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. આ મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ પદ્મનાભસ્વામી મંદિર પહોંચ્યા હતા. આ ખેલાડીઓએ અહીં પહોંચીને ભગવાનના આશીર્વાદ લીધા અને પ્રાર્થના પણ કરી હતી. પૂજા દરમિયાન તમામ ભારતીય ખેલાડીઓ પરંપરાગત વસ્ત્રોમાં જોવા જોઈએ. આ ડ્રેસમાં ભારતીય ખેલાડીઓની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.