IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન ડે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ટીમ ઈન્ડિયામાં રિયાન પરાગનું ડેબ્યૂ થયું હતું. રિયાન પરાગે ડેબ્યૂ મેચમાં જ મોટો રેકોર્ડ બનાવ્યો હતો અને તે દ્રવિડની ક્લબમાં સામેલ થયો હતો.
વન ડેમાં ભારતીય બોલર દ્વારા ડેબ્યૂ મેચમાં પ્રથમ વિકેટ તરીકે આઉટ થયેલા બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર
- 96 અવિષ્કા ફર્નાન્ડો કોલંબો RPS 2024 (બોલર: રિયાન પરાગ)
- 95 સાઇદ અન્વર જયપુર 1999 (રાહુલ દ્રવિડ)
- 92 નિઝાકત ખાન દુબઈ 2018 (ખલીલ અહમદ)
- 90 જોન એડ્રિચ લીડ્સ 1974 (એસ વેંકટરાઘવન)
શ્રીલંકાને બીજો ઝટકો આવિશ્કા ફર્નાન્ડોના રૂપમાં લાગ્યો હતો. રિયાન પરાગે તેને LBW આઉટ કર્યો હતો. પરાગે તેને 96 રનના અંગત સ્કૉર સાથે પેવેલિયન મોકલ્યો હતો. રિયાન પરાગે આવિષ્કા ફર્નાન્ડોને આઉટ કરીને વનડેમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી હતી.
શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન નીચે મુજબ છે
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને અર્શદીપસિંહને બહાર કરીને તેણે રિષભ પંત અને રિયાન પરાગને તક આપી છે.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋષભ પંત, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, શ્રેયસ અય્યર, શિવમ દુબે.
ભારત માટે કરો યા મરો મેચ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે કોલંબોમાં રમાઈ રહી છે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોની રહેશે. શ્રીલંકા સીરીઝમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મેચ જીતીને સીરીઝ બરાબરી કરવા ઈચ્છશે જ્યારે શ્રીલંકા જીતીને સીરીઝ જીતવા ઈચ્છશે.
અવિષ્કા ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસની શાનદાર અડધી સદીની મદદથી શ્રીલંકાએ ત્રીજી વનડેમાં ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. ભારત તરફથી પોતાની પ્રથમ વનડે મેચ રમી રહેલા રિયાન પરાગે 54 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. શ્રીલંકા માટે પથુમ નિસાંકા અને ફર્નાન્ડોએ પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. જોકે, ફર્નાન્ડો સદી ચૂકી ગયો હતો અને 96 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં કામિન્દુ મેન્ડિસે 19 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી.