લખનઉઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇતિહાસ રચી દીધો છે. લખનઉમાં રમાઇ રહેલી શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ભારતીય કેપ્ટને ન્યૂઝિલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને ભારતના વિરાટ કોહલીને આ મામલે પાછળ છોડી દીધા હતા.
આ મેચ અગાઉ રોહિત શર્માને આ સિદ્ધિ હાંસલ કરવા માટે 37 રનની જરૂર હતી. પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્માએ જેવા 37 રન બનાવ્યા તે સાથે જ સૌથી વધુ ટી-20 રન ફટકારનાર ખેલાડી બની ગયો છે.
ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન
રોહિત શર્મા- 123 મેચ, 3307 રન
માર્ટિન ગુપ્ટિલ- 112 મેચ, 3299 રન
વિરાટ કોહલી- 97 મેચ, 3296 રન
રોહિત શર્માનું ટી-20 કરિયર
-123 મેચ, 3307 રન, સરેરાશ-33.07
-સદી-4, અડધી સદી- 26, સિક્સ- 155
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ ટી-20 સીરિઝ રમી રહ્યો નથી. એવામાં રોહિત શર્મા પાસે રેકોર્ડ તોડવાની તક હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે સૌથી વધુ સિક્સ
ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન જ નહી પરંતુ રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી તમામ ટી-20 મેચમાં રોહિત શર્મા હવે સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે 15 સિક્સ ફટકારી છે.
જો તમારી પાસે પણ બે જન્મ પ્રમાણપત્ર છે તો થઈ જાઓ સાવધાન, હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો
Jioએ લૉન્ચ કર્યા બે નવા પ્લાન, Disney + Hotstar Premiumની સાથે મળશે આટલો બધો ડેટા, જાણો કિંમત......