Ruturaj Gaikwad: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીતી સાથે સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે, ત્યારે રોહિત શર્માની આગેવાની વાળી આ ટીમ આજે જીત મેળવીને વધુ એક ટી20 સીરીઝને ફતેહ કરવા મેદાનમાં ઉતરશે, તો સામે શ્રીલંકન ટીમ આજે સીરીઝમાં પહેલી જીત મેળવવા પ્રયાસ કરશે અને આ જીત સાથે તેમની નજીર સીરીઝ બચાવવા પર પણ નજર રહશે.


બીજી ટી20 પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ઋતુરાજ ગાયકવાડ કાંડાની ઈજાના કારણે પ્રથમ વન ડેમાં મરી શક્યો નહોતો. હવે બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ગાયકવાડ શ્રીલંકા સામે અંતિમ બે ટી20માંથી બહાર થઈ ગયો છે. બોર્ડે નિવેદનમાં જણાવ્યું કે, ઈજાના કારણે ઋતુરાજનો એમઆરઆઈ કરવામાં આવ્યો છે અને તે સીધો નેશનલ ક્રિકેટ એકેડમીમાં જશે. તે અહીં ઈજામાંથી મુક્ત થવા મહેનત કરશે. આઈપીએલમાં ગત વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ તે ટીમ ઈન્ડિયાનો  સભ્ય બન્યો હતો.






ઓપનર ઋતુરાજના સ્થાને મયંક અગ્રવાલને શ્રીલંકા સામેની બાકીની બે ટી20માં સામેલ કરાયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ મયંક અગર્વાલને ટીમમાં સામેલ કરાયો હતો. હાલ ટેસ્ટ ટીમ સાથે મયંક ચંદીગઢમાં આઈસોલેશન પીરિયડમાં હતો.


ભારત-શ્રીલંકા ટી20....  કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ? જાણો


ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ આજે 26 ફેબ્રુઆરીએ શનિવારે રમાશે. બન્ને ટીમો આજની મેચ રમવા હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાળાના મેદાનમાં ઉતરશે. ભારતીય સમયાનુસર આજની મેચ સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટૉસ સાંજે 6.30એ થશે. 



ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ જોવા માંગતા હોય તો મેચનુ લાઇવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પરથી અંગ્રેજી અને હિન્દીમાં જોઇ શકશો, આ સાથે તમે મેચને ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ જોઇ શકો છો. આ ઉપરાંત મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ મોબાઇલ પર જોવા માંગતા હોય તો તમે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર એપથી ટી20 મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.