India vs Sri Lanka T20 ODI Series: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ અને બાદમાં આટલી જ વનડે મેચોની સીરીઝ રમાવવાની છે, આ માટે હવે શ્રીલંકન ટીમે કમર કસી લીધી છે. 


આ સીરીઝ આગામી 3જી જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે, અને શ્રીલંકન ટીમ કોલંબોથી ભારત આવવા માટે રવાના થઇ ચૂકી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે લંકન ખેલાડીઓની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, તેને ફેન્સ ખુબ પસંદ કરવી રહ્યાં છે. શ્રીલંકાની સાથે સાથે ભારતે પણ આ સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. 


શ્રીલંકના ભારત પ્રવાસ માટે કેપ્ટન દાસુન શનાકાએ પણ ટીમનો ગોઠવણી કરીને રણનીતિ નક્કી કરી લીધી છે. તે બન્ને ફોર્મેટમાં ટીમની આગેવાની કરશે, શ્રીલંકાના પથુમ નિશંકા અને આવિશ્કા ફર્નાન્ડોને બન્ને ટીમોમાં જગ્યા મળી છે.  






શ્રીલંકા બોર્ડ ટીમના રવાના થયા તે સમયની તસવીરો પોતાની ઓફિશિયલ ટ્વીટર પરથી શેર કરી છે, આમાં શ્રીલંકન ખેલાડીઓ ખુશખુશાલ મુદ્રામાં ફેન્સ સાથે મળી રહ્યા છે, આ તસવીરો પર અનેક કૉમેન્ટો અને શેરિંગ મળી રહ્યું છે. 










--


શુભમન ગિલ ડેબ્યૂ કરી શકે છે


ભારત માટે ટેસ્ટ અને વનડેમાં શાનદાર પ્રદર્શન કરનાર શુભમન ગિલ શ્રીલંકા સામેની પ્રથમ T20માં T20 ઈન્ટરનેશનલમાં પણ ડેબ્યૂ કરી શકે છે. તેની સાથે ઇશાન કિશન ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન ત્રીજા નંબર પર રમી શકે છે.


ભારત વિરુદ્ધ શ્રીલંકા ટી20 આંતરરાષ્ટ્રીય હેડ ટૂ હેડ  - 
ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી કુલ 26 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ ચૂકી છે. જેમાં ભારતીય ટીમે 17 મેચોમાં જીત નોંધાવી છે અને 8 મેચોમાં શ્રીલંકા વિજય રહી છે. બન્ને વચ્ચે એક મેચ પરિણામ વિનાની રહી છે. 2022માં રમાયેલી એશિયા કપમાં શ્રીલંકાએ ભારતીય ટીમને સુપર-4 માં હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધુ હતુ. 


હાર્દિક પંડ્યા કરશે ટી20 ટીમની કેપ્ટનશીપ - 
ટી20 સીરીઝો માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટનશિપ મળી છે. વળી, વનડે સીરીઝ માટે રોહિત શર્મા (Rohit Sharma) રેગ્યુલર કેપ્ટન તરીકે દેખાશે. જાણો પહેલા રમાયેલી ટી20 સીરીઝ માટે કઇ ટીમનું પલડુ ભારે છે........