India vs Sri Lanka 3rd T20I Rajkot: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ફાઇનલ અને અંતિમ ટી20 મેચ રાજકોટમાં રમાશે. આ નિર્ણયાક મેચ પણ પુણે ટી20 જેવી જ રોમાંચક બની શકે છે. હાલમાં બન્ને ટીમો ત્રણ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. આ મેચમાં જીત માટે હાર્દિક પંડ્યા જોર લગાવશે તો સામે શનાદા પણ પોતાની પહેલી ભારતીય જમીન પર ટી20 સીરીઝ માટે પ્રયાસ કરશે. આજની મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
આજની મેચમાં પુણે જેવી રોમાંચકતા જોવા મળી શકે છે, કેમ કે અત્યાર સુધી રાજકોટમાં રમાયેલી તમામ મેચો હાઇસ્કૉરિંગ રહી છે. આવામાં જો જે પહેલા બેટિંગ કરશે તો તેની ટીમનો સ્કૉર 200થી પણ વધુનો થઇ શકે છે. જ્યારે બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ ટાર્ગેટને હાંસલ કરવા પ્રયાસ કરશે. આવામાં દર્શકોને આ મેચમાં રોમાંચ જોવા મળી શકે છે.
રાજકોટમાં અત્યાર સુધી રમાયેલી 4 ટી20 ઇન્ટરનેશનલ મેચમાંથી બે મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે બે મેચ પહેલા બૉલિંગ કરનારી ટીમ જીતી છે. એટલે અહીં પહેલા બેટિંગ કે પહેલા બૉલિંગનો વધુ પ્રભાવ પડશે નહીં. અહીં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ સારો રહ્યો છે. તેને ચારમાંથી ત્રણ મેચોમાં અહીં જીત હાંસલ કરી છે.
કેવો છે પીચનો મિજાજ, કોને થશે મદદરૂપ ?
પીચ અપડેટ અનુસાર, રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ ખુબ સારી છે, રાજકોટમાં રમાનાર આ મેચમાં પીચ બેટ્સમેનો માટે ઘણી મદદગાર સાબિત થશે. અહીં સપાટ પિચ બૉલરો માટે મુશ્કેલી ઊભી કરે છે. બેટ્સમેનો માટે અહીં બેટિંગ કરવી ખૂબ જ સરળ રહેશે. તે જ સમયે, બૉલરોએ આ પીચ પાસેથી તેમની ચોક્કસ લાઇન અને લંબાઈ સિવાય બીજી કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. પીચ બેટ્સમેનોને સંપૂર્ણ રીતે સપોર્ટ કરે છે. સપાટ પીચની સાથે અહીં નાની બાઉન્ડ્રી બેટ્સમેન માટે વધુ મદદરૂપ સાબિત થશે. બાઉન્ડ્રી લંબાઈ લગભગ 65-70 મીટર હશે. આ પીચના હિસાબે અહીં બીજી હાઈ સ્કોર મેચ જોવા મળશે, એટલે કે આ પીચ પર 180થી વધુનો સ્કૉર શક્ય છે.
ફાઇનલ ટી20માં વરસાદ બનશે વિઘ્ન ?
હવામાન અપડેટ પ્રમાણે, આજની મેચમાં વરસાદ કે અન્ય કોઈ રીતે હવામાન મેચમાં ખલેલ પહોંચાડે તેવું લાગતું નથી. વેધર ડોટ કોમ મુજબ મેચના દિવસે એટલે કે 7 જાન્યુઆરીએ રાજકોટનું તાપમાન દિવસ દરમિયાન 32 ડિગ્રી સુધી પહોંચી જશે. તે જ સમયે, તે રાત્રે 17 ડિગ્રી સુધી નીચે જશે. આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન વરસાદની સંભાવના માત્ર 2 ટકા રહેશે જ્યારે રાત્રે તે ઘટીને 1 ટકા થઈ જશે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 46 ટકા રહેશે અને રાત્રે તે વધીને 57 ટકા થશે. આ સિવાય 10-15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ રિપોર્ટને જોતા એવું લાગે છે કે નિર્ણાયક મેચમાં હવામાન કોઈ અડચણ ઉભી નહીં કરે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ XI: -
ભારતની પ્લેઇંગ ઇલેવન -
ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, યુજવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર.
શ્રીલંકન પ્લેઇંગ ઇલેવન -
પાથુમ નિશંકા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા, ધનંજય ડિ સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ તીક્ષણા, કસુન રાજિતા, દિલશાન મધુશંકા.