IND vs WI, Innings Highlight: વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત, સૂર્યકુમારની આક્રમક બેટિંગ
IND vs WI, 1st T20: વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિગ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રથમ ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયાનો છ વિકેટે વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે સાત વિકેટ પર 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોહિત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. સૂર્યકુમાર યાદવના અણનમ 34 અને વેંકટેશ ઐય્યરના અણનમ 24 રનની મદદથી ટીમ ઇન્ડિયાએ જીત હાંસલ કરી હતી. બંન્નેએ 26 બોલમાં 48 રનની ભાગીદારી કરી હતી.
T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 158 રનના ટાર્ટેગનો પીછો કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. કેપ્ટન રોહિત શર્માએ માત્ર 19 બોલમાં 40 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 42 બોલમાં 35 રન બનાવી ટીમને સારી શરૂઆત અપાવી હતી.
વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. તે 17 રન બનાવી આઉટ થયો હતો. તે સિવાય પંત આઠ રન બનાવી આઉટ થયો હતો. આ અગાઉ રોહિત શર્મા 40 અને ઇશાન કિશન 35 રન બનાવી આઉટ થયા હતા.
ભારતને પ્રથમ મેચમાં જીતવા માટે 158 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને હર્ષલ પટેલે બે-બે વિકેટ લીધી હતી.
ડેબ્યૂ મેચમાં રવિ બિશ્નોઇએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી છે. સૌ પ્રથમ રવિએ રોસ્ટન ચેઝને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. જેના ત્રણ દિવસ બાદ રોવમેન પોવેલને વેંકટેશ ઐય્યરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ 11 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝને બીજો ઝટકો લાગ્યો છે. ચહલે કાઇલ મેયર્સને એલબીડબલ્યૂ આઉટ કર્યો છે. મેયર્સે 24 બોલમાં 31 રન ફટકાર્યા છે. સાત ઓવર્સ બાદ વેસ્ટ ઇન્ડિઝે 51 રનમાં બે વિકેટ ગુમાવી છે.
વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ઝટકો લાગ્યો છે. ભુવનેશ્વર કુમારે કિંગને આઉટ કર્યો છે. કિંગ ચાર રન બનાવી આઉટ થયો હતો.
બ્રેકગ્રાઉન્ડ
કોલકત્તાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં રવિ બિશ્નોઇને સામેલ કરવામાં આવ્યો છે. રવિ આ મેચ સાથે ડેબ્યૂ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -