India Vs West Indies 2nd T20 Weather Report: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં પાંચ મેચોની ટી20 સિરીઝની બીજી મેચ રમાનાર છે. જો કે, આ મેચ પહેલાં ફેન્સ માટે સારા સમાચાર નથી આવ્યા. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાનારી બીજી ટી20 મેચમાં ખરાબ હવામાનનો માર પડી શકે છે. હવામાન વિભાગે સોમવારા સેંટ કિટ્સમાં વરસાદની આગાહી કરી છે.


ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાનારી આજની ટી20 મેચ દરમિયાન વરસાદ પડવાની પુરી શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સોમવારે સેન્ટ કિટ્સનું તાપમાન 26 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે, સેન્ટ કિટ્સમાં પવનની ઝડપ 27 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 


પિચ રિપોર્ટઃ
પિચ રિપોર્ટ વિશે વાત કરીએ તો, મેદાનની પિચથી બેટ્સમેન અને બોલર બંનેને મદદ મળવાની આશા છે. જો કે, સ્પિનર્સની ભૂમિકા બ્રાયન લારા સ્ટેડિયમની પિચ ઉપર ખુબ જ મહત્વની હોઈ શકે છે. મિડલ ઓવર્સ દરમિયાન સ્પિનર્સને પિચથી ઘણી મદદ મળી શકે છે.


ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થશે બદલાવઃ
આજની મેચમાં ભારત તેની પ્લેઈંગ 11માં બદલાવ કરી શકે છે. પિચથી સ્પિનર્સને મદદ મળવાની સંભાવનાને લઈ ટીમ ઈન્ડિયા શ્રેયસ અય્યરની જગ્યાએ ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને પ્લેઈંગ 11નો ભાગ બનાવી શકે છે. દીપક હુડ્ડા ઓફ સ્પિનર છે અને તે હાલ બેટિંગ પણ સારી કરી રહ્યો છે અને ફોર્મમાં છે. જો કે, ભારતની ટીમ બે ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરશે.


આ પણ વાંચોઃ


GST Collection: આર્થિક પ્રવૃતિમાં તેજી આવતા જુલાઈ 2022 માં GST કલેક્શન 1.49 લાખ કરોડ રૂપિયા રહ્યું


Financial Changes From Today 1 August: આજથી લાગુ થયા આ 7 મોટા ફેરફારો, જાણો તમારા ખીસ્સા પર શું અસર થશે


Lumpy virus: લ્યો ! હવે ગાયના મોતના આંકડા છૂપાવવાનું કૌભાંડ, માલધારી બહેનોની આંખમાં આવ્યા આંસુ