Virat Kohli Century India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. વિરાટ કોહલીએ બીજા દિવસે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી.  કોહલીએ  206 બોલનો સામનો કરીને 121 રન બનાવ્યા હતા. કોહલીએ 11 ફોર ફટકારી હતી.  રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર બીજા દિવસે 300 રનને પાર કરી ગયો. કોહલીએ સદીની મદદથી એક ખાસ સિદ્ધિ મેળવી છે.



કોહલીએ 206 બોલમાં 11 ચોગ્ગાની મદદથી  121 રન બનાવ્યા હતા. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી છે. કોહલીએ તેની મદદથી એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. વિદેશી ધરતી પર સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયો છે. હવે તે સચિન તેંડુલકરથી માત્ર એક સદી પાછળ છે. કોહલીએ વિદેશી ધરતી પર 28 સદી ફટકારી છે. જ્યારે સચિને 29 સદી ફટકારી છે.






રસપ્રદ વાત એ છે કે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલીએ એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે. આ મામલે તે સુનીલ ગાવસ્કરની પાછળ છે. ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામે 13 સદી ફટકારી છે. કોહલીએ 12 સદી ફટકારી છે. જ્યારે કાલિસે પણ 12 સદી ફટકારી છે. ડી વિલિયર્સે 11 સદી ફટકારી છે.


વિરાટ કોહલી કરિયરની 500મી ઇન્ટરનેશનલ મેચમાં ટ્રિપલ ડિજિટ સ્કોર સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. અગાઉ કોઈ પ્લેયર પોતાની 500મી મેચમાં 50 રન પણ બનાવી શક્યો નહોતો.


લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી


વિરાટ કોહલીએ લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. અગાઉ તેણે 16 ડિસેમ્બર 2018 ના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થમાં વિદેશી ધરતી પર તેની છેલ્લી ટેસ્ટ સદી પૂરી કરી હતી. હવે 1677 દિવસ અને 31 ઇનિંગ્સ બાદ તેણે વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે કોહલીની આ ત્રીજી ટેસ્ટ સદી હતી. અગાઉ તેણે નોર્થસાઉન્ડ (200) અને રાજકોટ ટેસ્ટ (139)માં સદી ફટકારી હતી.