India A vs Bangladesh A ACC Mens Emerging Teams Asia Cup 2023: ભારત A એ મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023ની સેમિફાઇનલમાં  બાંગ્લાદેશ A ને 51 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશ Aની ટીમ 160 રનના સ્કોર પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. હવે ફાઇનલમાં ભારત Aનો મુકાબલો પાકિસ્તાન A સાથે થશે. પાકિસ્તાન A એ પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા A ને 60 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે નિશાંત સિંધુએ સેમીફાઈનલમાં 5 વિકેટ ઝડપી હતી.


 






પ્રથમ બેટિંગ કરતા ભારત A એ 49.1 ઓવરમાં 211 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન યશ ધૂલે કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 85 બોલમાં 66 રન બનાવ્યા હતા. યશે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. અભિષેક શર્માએ 63 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ઓપનર સાઈ સુદર્શને 24 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. રિયાન પરાગ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 12 રન બનાવીને આઉટ થયો હતો. નિકિન જોસે 17 રનનું યોગદાન આપ્યું હતું. માનવ સૂધરે 21 રનની ઇનિંગ રમી હતી. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા.


ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 160 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશ વતી તંજીમ હસને 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 56 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા ફટકાર્યા. મોહમ્મદ નઈમે 38 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન સૈફ હસને 22 રનની ઇનિંગ રમી હતી, હસન જોયે 20 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ ખાસ કરી શક્યું નહીં. આ રીતે બાંગ્લાદેશને 51 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.


ટીમ ઈન્ડિયા માટે નિશાંત સિંધુએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 8 ઓવરમાં 20 રન આપીને 5 વિકેટ લીધી હતી. માનવ સૂધરે 8.2 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. અભિષેક શર્માએ 3 ઓવરમાં 21 રન આપીને એક વિકેટ લીધી હતી. યુવરાજ સિંહ ડોડિયાએ 7 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial