IND vs WI Live Score: ટીમ ઈન્ડિયા 181 રનમાં ઓલ આઉટ, ઈશાન કિશન સિવાય બધા બેટ્સમેન ફ્લોપ

IND vs WI 2nd ODI Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીની બીજી મેચ બાર્બાડોસમાં રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

gujarati.abplive.com Last Updated: 29 Jul 2023 11:18 PM
ભારતીય ટીમ 184 રનમાં ઓલ આઉટ

ભારતીય ટીમ 184 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. ઈશાન કિશન સિવાય કોઈ બેટ્સમેન મોટો સ્કોર નોંધાવી શક્યો નહોતો. ઈશાન કિશને 55 બોલમાં 55 રન બનાવ્યા હતા. ત્યાર બાદ શુભમન ગીલે 34 રનનું યોગદાન આપ્યું હતું, આજે ફરી સુૃર્ય કુમાર ફ્લોપ રહ્યો હતો. આ સિવાય સંજુ સેમસન પણ કઈ ખાસ કરી શક્યો નહોતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શેફર્ડે 3 વિકેટ લીધી હતી.


 





ટીમ ઈન્ડિયાની 9મી વિકેટ પડી

ભારતની 9મી વિકેટ પડી. ઉમરાન મલિક ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. ભારતીય ટીમે 167 રન બનાવ્યા છે. હવે છેલ્લી જોડી કુલદીપ યાદવ અને મુકેશ કુમાર બેટિંગ કરી રહ્યા છે.

રવિન્દ્ર જાડેજા બાદ સુર્ય કુમાર આઉટ

રવિન્દ્ર જાડેજા 10 રન બનાવી આઉટ થયો છે. ત્યાર બાદ સુર્ય કુમાર પણ 24 રન બનાવી આઉટ થયો છે. ભારતે  32.1  ઓવરમાં 148 રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયાએ 29 ઓવરમાં 136 રન બનાવ્યા

ભારતે 29 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ 15 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 14 બોલમાં 7 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 23 રનની ભાગીદારી થઈ છે.

વરસાદને કારણે રમત બંધ

વરસાદના કારણે રમત બંધ થઈ ગઈ છે. પીચને કવર કરી લેવામાં આવી છે. ભારતે 24.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા છે.

હાર્દિક બાદ સંજુ સેમસન પણ આઉટ

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હાર્દિક પંડ્યા 7 રને અને સંજુ સેમસન 9 રન બનાવી આઉટ થયો છે. હાલમાં ટીમ ઈન્ડિયા 24.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર થઈ ગયો છે. ભારતે 21 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન 2-2 રન બનાવીને રમી રહ્યા છે.

રોમેરો શેફર્ડે ઈશાન કિશનને આઉટ કર્યો

ભારતીય ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન 55 બોલમાં 55 રન બનાવીને રોમેરો શેફર્ડ દ્વારા આઉટ થયો હતો. હવે ભારતનો સ્કોર 2 વિકેટે 95 રન છે.

ઈશાન કિશનનની ફિફ્ટી

ભારતે 16ઓવર પછી વિના નુકસાન 85 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 51 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ફોર અને 1 સિક્સર ફટકારી છે. શુભમન ગિલ 46 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. શુભમને 4 ચોગ્ગા ફટકાર્યા છે.

ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં 49 રન બનાવ્યા

ભારતે 10 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 49 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 28 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાન કિશને 32 બોલમાં 26 રન બનાવ્યા છે. આ બંનેએ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી.

ભારતે 5 ઓવરમાં 20 રન બનાવ્યા

ભારતે 5 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 20 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 19 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા છે. ઈશાન કિશન 4 રન બનાવીને રમી રહ્યો છે. મેયર્સે 3 ઓવરમાં માત્ર 6 રન આપ્યા છે. સીલ્સે 2 ઓવરમાં 14 રન આપ્યા છે.

હાર્દિક પંડ્યા બન્યો કેપ્ટન

 ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ કરી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેમની બદલે સંજુ સેમસન અને અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. ટીમ ઈન્ડિયા તરફથી ઈશાન કિશન અને શુભમન ગિલ ક્રિઝ પર છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટ કિપર), સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર

વેસ્ટઈન્ડિઝ પ્લેઇંગ-11

શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), બ્રેન્ડોન કિંગ, કાઇલ મેયર્સ, એલીક એથેનાઝ, શિમરોન હેટમાયર, કેસી કાર્ટી, રોમારિયો શેફર્ડ, યાનિક કેરિયા, ગુડાકેશ મોટી, અલ્ઝારી જોસેફ અને જેડેન સીલ્સ.

બ્રેકગ્રાઉન્ડ

IND vs WI 2nd ODI Live Score Barbados:  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન ડે શ્રેણીની બીજી મેચ બાર્બાડોસમાં રમાશે. ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. જો ટીમ ઈન્ડિયા બીજી વનડે જીતશે તો તેને અજેય લીડ મળશે. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને અજમાવી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટેસ્ટ બાદ પ્રથમ વનડેમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ નવી રણનીતિ સાથે ભારતનો સામનો કરશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.