IND vs WI 3rd T20 LIVE: ભારતે ત્રીજી ટી-20 મેચ 17 રને જીતી, ટી20 ક્રિકેટમાં ભારત પ્રથમ સ્થાને પહોંચ્યું

IND vs WI 3rd T20 LIVE Updates: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ સીરીઝ 2-0થી કબજે કરી ચૂકી છે

gujarati.abplive.com Last Updated: 20 Feb 2022 11:31 PM
ભારતે સીરીઝ 3-0થી પોતાના નામે કરી

ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 17 રનથી હરાવી સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. વનડે બાદ હવે ભારતે ટી-20 શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરી લીધું છે.

વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ

કોલકાતામાં રમાઈ રહેલી ટી-20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે પ્રથમ બેટિંગ કરતા 184 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ફટકારી હતી. 

સ્કોર 50 રનને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 રનને પાર પહોંચી ગયો છે. હાલ અય્યર અને ઈશાન કિશન રમતમાં છે. ટીમ ઈન્ડિયાએ 7.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 58 રન બનાવી લીધા છે. 

ઋતુરાજ ગાયકવાડ આઉટ

ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વિકેટ પડી. ઋતુરાજ ગાયકવાડ 4 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. તે જેસન હોલ્ડરનો શિકાર બન્યો હતો. ઋતુરાજના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર બેટિંગ કરવા આવ્યો છે.

ત્રીજી ટી20 માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન-

રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, વેંકેટેશ અય્યર, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, હર્ષલ પટેલ, દીપક ચાહર, આવેશ ખાન

કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી ટી20 મેચ આજે સાંજે ભારતીય સમયાનુસાર સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે, ટૉસ સાંજે 6.30 વાગે થશે. ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી ટી20 મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમશે. જો તમે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ જોવા માંગતા હોય તો મેચનુ લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. આ ઉપરાંત મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ તમે હૉટસ્ટાર પર જોઇ શકો છો.

બ્રેકગ્રાઉન્ડ

India vs West Indies 3rd T20 Live Streaming: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ સીરીઝ 2-0થી કબજે કરી ચૂકી છે, તો બીજીબાજુ કેરેબિયન ટીમ આજેની મેચ જીતીને સન્માન બચાવવાની કોશિશ કરશે. પરંતુ બન્ને ટીમોમાં આજની મેચમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. બીસીસીઆઇએ એકબાજુ વિરાટ કોહલી અને ઋષભ પંતને આરામ આપ્યો છે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.