IND vs WI 3rd T20 Match Preview: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝની ત્રીજી મેચ આજે સેન્ટ કિટ્સના બાસેતેરે શહેરના વોર્નર પાર્કમાં રમાશે. સિરીઝની બીજી મેચ પણ આ જ મેદાનમાં રમાઈ હતી. એવામાં પિચનો મિજાજ એવો જ રહેવાની આશા છે જેવો પહેલાની મેચમાં હતો. છેલ્લી મેચમાં આ પિચ ઉપર બોલરોને સારી મદદ મળી હતી. ત્રીજી T20 મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાના બદલે રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે. 


પિચનો મિજાજઃ
સેન્ટ કિટ્સના બાસેતેરે શહેરના વોર્નર પાર્કના આ મેદાનમાં અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલમાં ફક્ત એક જ વખત 150 રનથી વધુનો સ્કોર બન્યો હતો. આ પિચ ઉપર ફાસ્ટ બોલરોને સારો બાઉન્સ અને સ્વિંગ કરવામાં ઘણી મદદ મળે છે. આ પિચ પર રમાયેલી છેલ્લી મેચમાં ભારતીય ટીમ ફકત 138 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. આ સ્કોરના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને પણ ટાર્ગેટ મેળવવામાં પરસેવો વળી ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન છેલ્લી ઓવરમાં 138 રનનો લક્ષ્યાંક મેળવી શક્યા હતા. આજે થનારી મેચમાં પણ ઓછા સ્કોર સાથે રોમાંચક જંગ જોવા મળશે.


હવામાનની આગાહીઃ
બાસેતેરેમાં આજે વાદળો છવાયેલા રહેશે. સવારના સમયે હવામાન સાફ રહેશે અને બપોરના સમયે વરસાદ પડવાની સંભાવના છે. જો કે, ત્યાં સુધીમાં મેચ પુર્ણ થઈ જશે. એટલે કે મેચ વરસાદની અડચણ વગર પુરી થવાની સંભાવના છે. આ દરમિયાન તાપમાન 30થી 32 ડિગ્રી રહેશે.


બંને ટીમોની પ્લેઈંગ 11: વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેની છેલ્લી મેચમાં પોતાની મેચ વિનિંગ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરશે. તો ભારતની ટીમમાં પણ બદલાવ થવાની શક્યતાઓ સાવ નહિંવત છે.


ભારતઃ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, દિનેશ કાર્તિક, ઋષભ પંત, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, આર્શદીપ સિંહ.


વેસ્ટ ઈન્ડિઝઃ નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રૈંડન કિંગ, કાઈલ મેયર્સ, ઓબેદ મૈકકોય, ઓડિન સ્મિથ, ડેવોન થોમસ.